By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    12 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    14 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    14 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    5 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    14 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    14 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રિપોર્ટ : પ્રદૂષણને કારણે લાલ કિલ્લાની દિવાલો કાળી થઈ રહી છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રિપોર્ટ : પ્રદૂષણને કારણે લાલ કિલ્લાની દિવાલો કાળી થઈ રહી છે
રાષ્ટ્રીય

રિપોર્ટ : પ્રદૂષણને કારણે લાલ કિલ્લાની દિવાલો કાળી થઈ રહી છે

Khaskhabar Editor
Last updated: 2025/09/16 at 1:49 PM
Khaskhabar Editor 12 months ago
Share
4 Min Read
SHARE

2021 થી 2023 સુધીના હવાની ગુણવત્તાના ડેટાનું વિશ્લેષણ કરતા સંશોધકોએ અભ્યાસમાં જણાવ્યું હતું કે રાજધાનીમાં સૂક્ષ્મ રજકણોની સાંદ્રતા રાષ્ટ્રીય મર્યાદા કરતા અઢી ગણી વધારે હતી.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવનારો દિલ્હીનો લાલ કિલ્લો હાલ કાળો પડી રહ્યો છે. તેની લાલ દિવાલો હવે કાળી થઈ રહી છે. 15 સપ્ટેમ્બર, 2025 ના રોજ પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે દિલ્હીની ઝેરી હવા લાલ કિલ્લાને કાળી બનાવી રહી છે. ‘કેરેક્ટરાઈઝેશન ઓફ રેડ સેન્ડસ્ટોન એન્ડ બ્લેક ક્રસ્ટ ટુ એનાલાઈઝ એર પોલ્યુશન ઈમ્પેક્ટ્સ ઓન અ કલ્ચરલ હેરિટેજ બિલ્ડિંગઃ રેડ ફોર્ટ, દિલ્હી, ઈન્ડિયા’ શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જાણવા મળ્યું છે કે, વાયુ પ્રદૂષણના કારણે આ સ્મારકને નુકસાન થઈ રહ્યું છે.

- Advertisement -

લાલ કિલ્લાનો ઈતિહાસ અને વર્તમાન સમસ્યા

લાલ કિલ્લો 1639માં શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેનું બાંધકામ 1648માં પૂર્ણ થયું હતું. તેનું નામ લાલ વિંધ્ય રેતીના પથ્થર પરથી આવ્યું છે, જે તેની વિશાળ દિવાલો (20-23 મીટર ઊંચી અને 14 મીટર જાડી) અને મહેલોનો આધાર છે. 1 ચોરસ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા લાલ કિલ્લો તે 2.4 કિલોમીટર દિવાલોથી ઘેરાયેલું છે. 2007માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ પ્લેસ તરીકે જાહેર કર્યું હતું. પરંતુ આજે તેની દિવાલો પર કાળા પડ (કાળા પોપડા) બની રહ્યા છે. આ પોપડા આશ્રય વિસ્તારોમાં 0.05 મીમી પાતળા અને ટ્રાફિક વિસ્તારોમાં 0.5 મીમી જાડા છે. આ કિલ્લાની સૌંદર્યલક્ષી અને માળખાકીય અખંડિતતાને જોખમમાં મૂકે છે. 2018માં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ2 મીટર જાડો કાળો થર દૂર કર્યો હતો. પરંતુ પ્રદૂષણ આ સમસ્યામાં વધારો કરી રહ્યું છે.

પ્રદૂષણથી સાંસ્કૃતિક વારસાને થઈ રહ્યું છે નુકસાન

- Advertisement -

ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ઇટાલીના વિદેશ મંત્રાલયના સહયોગથી હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પ્રદુષણના કારણે લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે. આ અહેવાલ તૈયાર કરવામાં IIT રૂરકી, IIT કાનપુર, ફોસ્કરી યુનિવર્સિટી (વેનિસ) અને ASIના વૈજ્ઞાનિકોએ સહયોગ આપ્યો હતો. સંશોધકોએ કિલ્લાના વિવિધ ભાગો (જેમ કે ઝફર મહેલ) માંથી લાલ રેતીના પથ્થર અને કાળા પોપડાના નમૂના લીધા હતા. તેનું પ્રયોગશાળા પરીક્ષણ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં PM2.5, PM10 અને NO2 નું સ્તર રાષ્ટ્રીય ધોરણો (NAAQS) કરતા 2.5 ગણું વધુ છે. આના કારણે કિલ્લાની દિવાલો પર કાળા પોપડા પડી રહ્યા છે. અભ્યાસના મુખ્ય લેખક ગૌરવ કુમારે જણાવ્યું હતું કે પ્રદૂષણથી સાંસ્કૃતિક વારસાને થતા નુકસાનનો આ પહેલો વૈજ્ઞાનિક અભ્યાસ છે. જૂન 2025માં ‘હેરિટેજ’ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ શહેરી પ્રદૂષણની અસર પર પ્રકાશ પાડે છે. લાલ કિલ્લાની દિવાલો લાલ રેતીના પથ્થરથી બનેલી છે, જે મુખ્યત્વે સિલિકા (ક્વાર્ટઝ) અને આયર્ન ઓક્સાઇડથી બનેલી છે. આયર્ન ઓક્સાઇડ તેને લાલ રંગ આપે છે. પરંતુ દિલ્હીની ઝેરી હવા આ પથ્થરને નુકસાન પહોંચાડી રહી છે.

ભારે ધાતુઓની અસર: અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કાળા પોપડામાં ટાઇટેનિયમ, નિકલ, તાંબુ, જસત, બેરિયમ અને સીસું જેવી ભારે ધાતુઓ ખૂબ જ વધુ હોય છે. જે બાંધકામ પ્રવૃત્તિઓ, રસ્તાની ધૂળ અને ફેક્ટરીના ઉત્સર્જનમાંથી આવે છે. આ ધાતુઓ પથ્થરની સપાટી પર મજબૂત કાળો પડ બનાવે છે. દિવાલોને નબળી પાડે છે. ઉદાહરણ તરીકે, સીસું અને તાંબુ ઓક્સિડેશનથી કાળી ચમક ઉત્પન્ન કરે છે.

વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો પૈકી એક

દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો પૈકી એક છે. શિયાળામાં ધુમ્મસને કારણે PM સ્તર 10 ગણું વધે છે. ચાંદની ચોક અને કિલ્લાની આસપાસ જૂની દિલ્હીમાં ટ્રાફિક અને બાંધકામમાં વધુ પ્રદૂષણ થાય છે. અભ્યાસમાં CPCB ડેટાને જોડવામાં આવ્યો છે કે 2021-2023માં NO2 અને PM સ્તર ધોરણોથી ઉપર હતા, જે જીપ્સમ પોપડાનું મુખ્ય કારણ છે.

You Might Also Like

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એમી ઍવોર્ડ્સ 2025ના વિજેતાઓની જાહેરાત: કોમેડી સિરીઝ ‘ધ સ્ટુડિયો’ એ ઇતિહાસ રચ્યો
Next Article વેરાવળમાં શ્રી સદભાવના સેવા ટ્રસ્ટ સંસ્થાએ રેડ ક્રોસ ગીર સોમનાથને અનુદાન અર્પણ કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?