ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શુક્રવારે રાત્રે કર્ણાટકના હસન જિલ્લામાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા લોકોને એક ટ્રકે કચડી નાખ્યા હતા. જેમાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મોસાલે હોસાહલ્લી ગામમાં રાત્રે લગભગ 8.45 વાગ્યે બની હતી.
- Advertisement -
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં મોટાભાગના નાના છોકરાઓ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ટ્રક અરકલગુડુથી આવી રહી હતી. સરઘસ નજીક પહોંચતાની સાથે જ ટ્રકે કાબુ ગુમાવ્યો અને ભીડ પર ચડી ગઈ, લોકો ટ્રકના પૈડા નીચે આવી ગયા.
કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું, “મને ખૂબ જ દુ:ખ છે કે ગણપતિ શોભાયાત્રામાં સામેલ લોકો પર ટ્રક ચઢી જતાં ભક્તોએ જીવ ગુમાવ્યા. આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. તેમણે તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી.”



