માત્ર જૈન સમાજ માટે જૈનમ્ નવરાત્રી મહોત્સવ 2025નું આયોજન, સિઝન પાસનું વિતરણ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા 9 વર્ષથી અવિરતપણે એકસકલુઝીવલી જૈનો માટે યોજાતા જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં 10માં વર્ષે ફરીથી જૈનમ્ નવરાત્રી મહોત્સવ 2025 અંતર્ગત સમસ્ત જૈન સમાજનાં ખેલૈયાઓને પરંપરાગત રીતે યોજાતા સ્થળે ફરીથી એ જોમ, જુસ્સા અને કંઈક વિવિધતા સાથે આયોજન કરવા માટે સજ્જ બન્યું છે. સમગ્ર રાજકોટનાં માત્ર જૈન સમાજ નહીં પણ અન્ય સમાજને પણ ગર્વ થાય તેવું સમગ્ર વિશ્વમાં સંપૂર્ણ નવરાત્રીનું આયોજન કરતું જૈનમ તેની સુંદર ગ્રાઉન્ડ વ્યવસ્થા, હાઈ ફાઈ મ્યુઝીક સીસ્ટમ, થ્રી લેયર સિક્યુરીટી, સુંદર બ્ોઠક વ્યવસ્થા, લાખેણા ઈનામો, રોજેરોજ વિવિધ વાનગીઓ પિરસતા પ્યોર જૈન ફુડ કોર્ટ, વિશ્વ વિખ્યાત સંગીતકાર પંજકભાઈ ભટ્ટનું ઓરકેસ્ટ્રા, વર્સેટાઈલ સિંગરો વિગેરે માટે ખેલૈયાઓમાં ખૂબ જ લોકપ્રિય અને એક બાન્ડ બની ગયું છે, વર્ષો વર્ષ જૈનમ ટીમનાં અનેક કાર્યકરોની દિવસ રાતની જહેમતથી અને આટલા વર્ષનાં અનુભવ ઉપરથી ખૂબ જ સુચારું અને સફળ આયોજન કરવામાં ટીમ જૈનમ સફળતાનાં અવનવા શિખરો સર કરતું આવ્યું છે.
જૈનમ્ નવરાત્રી મહોત્સવ તેની સુંદર ગ્રાઉન્ડ વ્યવસ્થા, હાઈ-ફાઈ મ્યુઝિક સિસ્ટમ, થ્રી-લેયર સિક્યુરિટી અને લાખેણા ઇનામો માટે સમગ્ર ગુજરાતમાં જાણીતો છે. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે પણ વિશ્વ વિખ્યાત સંગીતકાર પંકજભાઈ ભટ્ટનું ઓરકેસ્ટ્રા અને વર્સેટાઈલ સિંગરો દ્વારા સંગીત પીરસવામાં આવશે. ખેલૈયાઓ અને તેમના પરિવારો માટે પ્યોર જૈન ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
દર વખતની જેમ જૈનમ્ દ્વારા અનેક સ્થળો જેવા કે (1)જૈનમ્ મધ્યસ્થ કાર્યાલય – કેમ્પેઈન કોર્પોરેટ હાઉસ, 27/38 ન્યુ જાગનાથ પ્લોટ, જસ્મીન ડ્રાઈવીંગ સ્કુલ પાછળ, રાજકોટ, (2)શ્રી અંબા આશ્રિત સારીઝ – દિવાનપરા મેઈન રોડ, રાજકોટ. (3) જૈન બાઈટ સ્ટીલ ટ્રેડર્સ : ધારેશ્વર મંદિર સામે, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ. (4) તપસ્વી સ્કુલ : 2-જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (5) શિતલ જ્વેલર્સ : 9-સીટી શોપ્સ, પી.પી. ફુલવાળા પાસે, પોલીસ ચોકી સામે, યાજ્ઞિક રોડ,રાજકોટ. (6)હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ : મહાવીર ચેમ્બર, એ ડીવીઝન સામે, ઢેબર ચોક, રાજકોટ. (7) ઉર્મિ એમ્પોરીયમ : 22-સદ્ગુરૂ કોમ્પલેક્ષ, ન્યુ એરા સ્કુલ સામે, રૈયા રોડ, રાજકોટ. (8) ડ્રીમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ : (મોડર્ન ગ્રુપ), 105-વર્ધમાન કોર્મિશયલ, રંગોલી આઇસ્કીમ ની ઉપર સાધુ વાસવાણી રોડ, (9) કૌશલ્યમ્ માર્કેટીંગ (એમેઝોન હોલસેલ પ્રાઈસ રીટેઈલ પોઈન્ટ), 25-ન્યુ જાગનાથ પ્લોટ, યુનિક હોસ્પિટલ સામે, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતે ફોર્મ મેળવી, વિગતો સાથે પરત આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જૈનમ્ને દર વર્ષે રાજકોટની સાથી સંસ્થાઓ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, જેમ, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર, જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ, મીડટાઉન સંગીની, ડાઉનટાઉન સંગીની તથા એલીટ સંગીની નો આ વર્ષે પણ સહયોગ મળી રહયો છે જે અંતર્ગત ગ્રુપ દ્વારા પોતાના મેમ્બરો માટે જૈનમ્ નવરાત્રીનાં સિઝન પાસ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
- Advertisement -
આ ઉપરાંત રાજકોટ જ નહીં પણ હવે રાજ્યનાં સિમાડાઓ ઓળંગીને વિસ્તરી રહેલા જે.બી.ઓ. ઓ દ્વારા પણ આ વર્ષે જૈનમ્ નવરાત્રીનાં સીઝન પાસ માટે સમસ્ત જૈન સમાજની અનુકુળતા હેતુ વિવિધ નવ સ્થળો ઉપર ફોર્મ ભરીને પરત કરી શકાય તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે,
નવરાત્રી શરૂ થવાને હવે જુજ દિવસો બાકી છે ત્યારે છેલ્લી ઘડીએ કોઈ ઈચ્છુક ખેલૈયાઓ સિઝન પાસ મેળવવા માટે કોઈ રહી ન જાય તે માટે જૈનમ પરિવાર દ્વારા સમસ્ત જૈન સમાજનાં લોકોને જૈનમ્ નવરાત્રી મહોત્સવ 2025 નાં સિઝન પાસ મેળવવા માટે સમયસર ઉપરોકત જણાવેલ સ્થળો પૈકી પોતાની નજીકની જગ્યાએથી ફોર્મ મેળવી અને પરત કરી તેમને સમયસર પાસ મળી જાય તે માટે વ્હેલી તકે કાર્યવાહી કરવા અનુરોધ કરેલ છે.