મોરબી – ધ્રાંગધ્રાની બેલડી પાસેથી કાર સહિત 1.14 લાખનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં અનડિટેકટ ગુનાઓના ભેદ ઉકેલવા આપેલી સૂચના અન્વયે ગ્રામ્ય એલસીબીએ બાતમી આધારે ભાડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખી મોરબી અને ધ્રાંગધ્રાની બેલડીને દબોચી લઇ કાર સહીત 1,13,830 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટ જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે એલસીબી પીઆઇ વી વી ઓડેદરા અને તેમની ટિમના પીએસઆઈ ગોહિલ, પીએસઆઈ ભીમાણી સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે આણંદપર ગામથી ભાડલા તરફ જતા રસ્તા ઉપર લઈને નીકળેલા મોરબીના કાટિયો ઉર્ફે અશોક નરશીભાઈ વિરુંગામીયા અને ધ્રાંગધ્રાના શંભુ કરશનભાઇ ખાવડીયાની ધરપકડ કરી આગવીઢબે પૂછતાછ કરતા બંનેએ ધ્રાંગધ્રાના અરુણ રાજુ વિરમગામીયા અને પપ્પુ મુકેશ વિરમગામીયા સાથે મળી ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીઈબીના રીએક્ટર અને કેબલની ચોરી કરી હોવાની કબૂલાત આપતા આ અંગે ગુનો નોંધાયો હોય પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને અન્ય બેની શોધખોળ હાથ ધરી છે પોલીસે કાર, મોબાઈલ અને રોકડ સહીત 1,13,800નો મુદામાલ કબ્જે કર્યો છે પકડાયેલ બેલડી પૈકી કાટિયો અગાઉ સુલતાનપુર અને જેતપુરમાં બે ગુનામાં પકડાઈ ચુક્યો છે.