5 દિવસથી બંધ ચારધામ યાત્રા આજથી શરૂ: વૈષ્ણોદેવી યાત્રા સતત 12મા દિવસે સ્થગિત
જયપુરમાં 4 માળની હવેલી ધરાશાયી, બે લોકોના મોત: 5 ઘાયલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
શનિવારે પણ દિલ્હીમાં યમુના નદી ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. શહેરના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તે છે જેમાં મઠ બજાર, યમુના બજાર, વાસુદેવ ઘાટ, નિગમ બોધ ઘાટ, મયુર વિહાર અને કાશ્ર્મીરી ગેટનો સમાવેશ થાય છે. શુક્રવારે સિવિલ લાઇન્સમાં આવેલા સ્વામિનારાયણ મંદિર સંકુલમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું.
ઉત્તર પ્રદેશના મથુરામાં યમુનાનું પાણી 20થી વધુ કોલોનીઓમાં ઘૂસી ગયું છે. યમુનાનું પાણી આગ્રામાં તાજમહેલ સુધી પહોંચી ગયું છે. તેની પાછળ બનેલો પાર્ક ડૂબી ગયો છે. શુક્રવારે શહેરમાં ભારે વરસાદને કારણે 50થી વધુ રસ્તાઓ 4 ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયા હતા. જેના કારણે બાઇક અને કાર ડૂબી ગઈ હતી.
જમ્મુ અને કાશ્ર્મીરના કટરા ખાતે ભારે વરસાદને કારણે શનિવારે સતત 12મા દિવસે વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરવામાં આવી છે. 26 ઓગસ્ટના રોજ વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલન થયા બાદ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. કટરા જતી ટ્રેનો હજુ પણ રદ છે. યાત્રા ફરી શરૂ કરવા અંગે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ તરફથી કોઈ નવી અપડેટ નથી.
ઉત્તરાખંડમાં શનિવારથી ચારધામ યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે. ખરાબ હવામાન અને સતત વરસાદને કારણે સરકારે 1 થી 5 સપ્ટેમ્બર દરમિયાન યાત્રા સ્થગિત કરી દીધી હતી. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ આજથી શરૂ થઈ ગયું છે.
શુક્રવારે રાત્રે લગભગ 12 વાગ્યે જયપુરમાં 4 માળની જર્જરિત હવેલી ધરાશાયી થઈ. કાટમાળ નીચે 7 લોકો દટાયા હતા, બધાને બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. બે બાળકો સહિત 5 ઘાયલોને જખજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બિહારના ભાગલપુરમાં શનિવારે પૂરના પાણીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા હતા. એકની હાલત ગંભીર છે. મૃતકોની ઓળખ અજમેરીપુર ગામના રાજા (ઉં.વ.12) અને રબલ કુમાર (ઉં.વ.13) તરીકે થઈ છે. આ ઘટના નાથનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રત્તીપુર બૈરિયા પંચાયતમાં બની હતી.



