તાજેતરમાં બહાર આવેલા એક સર્વેક્ષણના રસપ્રદ તારણો મુજબ 55% થી વધુ ભારતીયો એમ માને છે કે આ પૃથ્વી પર મનુષ્યો અને ડાયનાસોર એક જ કાળખંડમાં સહઅસ્તિત્વ ધરાવતા હતા. જોકે આ બહુ ખોટી માન્યતા છે, પરંતુ લોકો આવું ક્યાંથી શીખ્યા હશે? લોકોમાં આવી માન્યતા બંધાવાનું કારણ છે, આ પ્રકારની ફિલ્મો, ટીવી શો અને પુસ્તકો! આ બધા માધ્યમોએ બહુ પ્રાચીન સમયમાં ઉદભવેલા ઘટનાક્રમના ઇતિહાસની પ્રસ્તુતિમાં બધી સ્ટોરી મિક્સ કરી દીધી છે. તેમાં પણ વળી સમયના પરીબળાનું જરા પણ ધ્યાન રાખવામાં આવ્યું નથી. ડાયનાસોર તે રોમાંચક જીવો હતા જે કરોડો વર્ષો પહેલા ધરતી ધમરોળતા હતા. મનુષ્ય તો ત્યાર બાદ ઘણા ઘણા લાંબા સમય પછી આવિર્ભાવ પામ્યો. અલબત્ત વૈજ્ઞાનિકો દ્વારા આ બાબતે સમયરેખા સ્પષ્ટ કરવામાં તો આવી જ છે, છતાં બહુમતી લોકોના મગજમાં હજુ એ જ માન્યતા દ્રઢ છે કે ધરતી પર તે સમયે મનુષ્ય અને ડાયનાસોર એક સાથે વિહરી રહ્યા હતા.
શિક્ષિત લોકોની આવી ગેરસમજ ધરતી વીશેનું આપણું અજ્ઞાન પ્રદર્શિત કરે છે. પૃથ્વી પર ડાયનાસોરનું સામ્રાજ્ય લગભગ 165 મિલિયન વર્ષ સુધી રહ્યું. જ્યારે પ્રથમ આધુનિક માનવીઓ અંગેની નોંધ હજુ લગભગ 200,000 વર્ષ પહેલાં જ દેખાયા છે. આ બન્ને વચ્ચે લાખો વર્ષોના આ અંતરનો અર્થ એ છે કે આ બંને સમૂહો વાસ્તવિક જીવનમાં ક્યારેય એકબીજાની સામે આવ્યા નથી. કાલ્પનિક વાર્તાઓ અને ગેરસમજો આવા બેનમૂન જીવો વીશેના આપણા મંતવ્યોને અને ધારણાઓને જુદો જ આકાર આપી શકે છે તે સમજવું રસપ્રદ અને ડહાપણ ભર્યું છે.
ઘણા લોકોને ડાયનાસોરની વાતો બહુ રોમાંચક લાગે છે અને તેઓ એવું માનવા લલચાય છે કે માનવીઓ અને ડાયનાસોર પૃથ્વી પર એક જ સમયગાળામાં એક બીજાથી સંપૂર્ણ સન્મુખ હતા. જોકે આવા વિષયોમાં સચોટ માહિતી મેળવી આપણે લાખો કરોડો વર્ષો પહેલા વીતી ગયેલા એ યુગની તે આધારે તાદૃશ્ય કલ્પના કરવી જોઈએ, જેથી સાચો ઇતિહાસ આપણે મહેસૂસ કરી શકીએ. જેમ જેમ આપણે આપણી ધરતીના ભૂતકાળ વિશે વધુ શીખીશું, દૂર દૂરના એ અદભૂત કાળખંડનો તેના સમયગાળાની સાચી સમજ સાથે આનંદ લઇ શકીશું!
- Advertisement -
વિશિષ્ટ સ્પેસ યાન સાથે પૃથ્વી તરફ ધસી આવી રહ્યા છે પરગ્રહવાસીઓ?
પરગ્રહવાસી માનવની કથાઓ અને તેમની સાથેના સંપર્કની વાતોનું આપણને પહેલેથી જ ખેંચાણ રહ્યું છે. તે અંગે ઘણા પુસ્તકો બહાર પડ્યા છે અને ફિલ્મો પણ બની છે. પરંતુ આ બધાની વચ્ચે હાર્વર્ડ વૈજ્ઞાનિકોએ અત્યારે વિશ્વને એક એવી તાકીદ કરી છે કે અંતરિક્ષમાંથીથી અવકાશી પદાર્થ જેવો લાગતો એક મોટો ટૂકડો પૃથ્વી તરફ ધસી આવી રહ્યો છે, પણ વાસ્તવમાં તે અવકાશી પદાર્થ હોવા કરતાં પરગ્રહવાસીઓનું વિશિષ્ટ પ્રકારનું સ્પેસ વેહિકલ હોવાની વધુ સંભાવના છે.
હાર્વર્ડ સંશોધકોએ ભાર પૂર્વક એવો દાવો કર્યો છે કે, તેમના નિરીક્ષણ મુજબ પદાર્થની અંદરની હિલચાલ તે કોઈ અવકાશી અવશેષ હોવાને બદલે ખાસ પ્રકારનું અંતરીક્ષ વાહન હોવાના સ્પષ્ટ સંકેત આપે છે.
આ યાન એસ્ટરોઇડ્સ અથવા ધૂમકેતુઓથી વિપરીત રીતે તે સ્પષ્ટ રીતે ચોક્કસ માર્ગ પર સફર કરી રહ્યું છે. મોટરશીપ વિચિત્ર માર્ગ અને અકળ ગતી સાથે આગળ વધે છે. તેની પ્રતિબિંબીત સપાટી અને વિચિત્ર ગતિ રહસ્યમાં ઉમેરો કરે છે. વૈજ્ઞાનિક સમુદાયના લોકો આમ તો કોઈ નિષ્કર્ષ પર આવતા પહેલા સાવચેતી રાખે છે, પરંતુ આ યાનાની વિશિષ્ટ રચનાએ વૈશ્વિક તજજ્ઞોનું ધ્યાન આકર્ષિત જરૂર કર્યું છે.
આ આખી બાબત ઘણા વિચાર પ્રેરક મુદ્દા ઊભા કરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે અન્ય ગ્રહ પરથી આ રીતે જો કોઈ “પ્રજા” યાન મોકલી શકતી હોય તો તે આપણાથી ખુબ ખુબ એડવાન્સ હોય. તેઓ કહે છે છે કે હાલમાં આ મુદ્દે કોઈ જોખમ હોવાનું જણાતું નથી પણ આપણે આવા સંભવિત જોખમતની ગણત્રી જરૂર રાખવી પડશે.
આ બાબતે લોકોમાં કુતૂહલ જિજ્ઞાસા આશ્ચર્ય ભય અને રોમાંચના મીશ્ર પ્રતિભાવો પેદા કર્યા છે, પરંતુ તજજ્ઞોએ એ વાત સમજવી પડે છે કે દૂર દૂર થી અનેક કુદરતી વિસંગતતાઓનો સામનો કરી શકનાર લોકો કેટલા સજ્જ અને બુદ્ધિશાળી હશે અને તેમના આશય શું હશે!
- Advertisement -
સૌર પેનલ નહી, સૌર વૃક્ષો જંગલોને બચાવી લેશે
આપણી આસપાસનું 95% જગત આપણે જોઈ જ શકતા નથી
“વાસ્તવિકતા” જેવા શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે આપણા મનમાં જે એક સ્પષ્ટ ખ્યાલ હોય છે તે એવો હોય છે કે, જે ચીજ આપણે સ્પષ્ટ જોઈ શકી છીએ તે વાસ્તવિકતા.
જોકે વૈજ્ઞાનિકોએ હમણાં તે વાત સ્પષ્ટ કરી છે કે નક્કર અસ્તિત્વ ધરાવતી વાસ્તવિકતા માહે 95% દૃશ્યમાન નથી. એટલે કે તેનું સ્થૂળ અસ્તિત્વ હોવા છતાં તેનું સ્વરૂપ એટલું સૂક્ષ્મ અને રૂપહીન છે કે તે સત્તત આપણી આસપાસ હોવા છતાં આપણે તેને નીહાળી શકતા નથી.
વૈજ્ઞાનિકો કહે છે કે, 95% બ્રહ્માંડ બ્લેક મેટર અને બ્લેક એનર્જીથી બનેલું છે. તેઓ કહે છે કે આ અદ્રશ્ય તાકાત જ આકાશગંગાઓ અને ગુરુત્વાકર્ષણને આકાર આપે છે, પરંતુ ભૌતિક દૃષ્ટિથી આ બધું બીલકુલ દૃશ્યમાન હોતું નથી. ખરેખર તો આપણી ઇન્દ્રિયાતિત સમજ પોતે જ આ માંહેની મોટાભાગની વાસ્તવિકતાને ફિલ્ટર કરી આપણાં સક્રિય મગજ સુધી તેનું દર્શન પહોંચવા દેતી નથી. આપણી માનવ સંવેદના પણ આપણને આસપાસના મોટાભાગના ફિલ્ટર કરે છે. પ્રકાશમાં અભિવ્યક્ત રંગોની છટા માંહેથી આપણે બહુ ઓછાં રંગો જોઈ શકી છીએ, બહુ જૂજ ફ્રિક્વન્સીના ધ્વનિ આપણી શ્રવણેન્દ્રિય સાંભળી શકે છે. તેની પેલે પાર અલ્ટ્રાવાયોલેટ કિરણો, ઇન્ફ્રારેડ સિગ્નલો, ઇન્ફ્રાસાઉન્ડ સ્પંદનો બીજું પણ ઘણું બધું હોય છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે રાત દિવસ આપણાં શરીરની આસપાસ અને આરપાર સૂક્ષ્મતમ તરંગો અને પદાર્થોની અવર જવર ચાલુ રહે છે. ગહનતમ સમુદ્રના જીવો ધ્વનિની એ ઊંચાઈએ પરસ્પર સંવાદ કરી લે છે જે આપણે ક્યારેય સાંભળી શકતા નથી..!
માનસિક ઈમ્યુનિટી:
આપણી ગુપ્ત, સુષુપ્ત તાકાત
આપણી ભાવનાત્મક અને માનસિક રોગપ્રતિકારક શક્તિ (આપણું આંતરિક માનસિક સંતુલન) એ આપણી શારીરિક સ્તરની રોગ પ્રતિકારક શક્તિ જેટલી જ મહત્વપૂર્ણ બાબત છે. જ્યારે આપણી ઇચ્છાશક્તિ સંકલ્પશક્તિ અને ભીતરની સ્પષ્ટતા ખલેલગ્રસ્ત થાય છે ત્યારે આપણી જીવનશક્તિનો પ્રવાહ અસંતુલિત થઈ જાય છે, અને આપણે બાહ્ય નકારાત્મકતા પરત્વે વધુ સંવેદનશીલ બનીએ છીએ, તે કદાચ ભાવનાત્મક, ઊર્જા સંબંધિત કે પર્યાવરણીય પણ હોય શકે.
જ્યારે મન અસ્થિર હોય, તેમાં ઠહેરાવ ના હોય ત્યારે નાના નાના પડકારો પણ બહુ મોટા લાગે છે. પરંતુ જ્યારે આપણી આંતરિક શક્તિઓ કરુણા, જાગૃતિ, પ્રાણાયામ અને નૈતિક જીવનનિર્વાહ દ્વારા સિંચન પામે છે ત્યારે આપણે એક એવી અસરકારક સ્થિતિસ્થાપકતા વિકસાવીએ છીએ જે આપણને કોઈ પણ બાહ્ય પરિબળો સામે એક મજબૂત રક્ષણ બક્ષી અડગ રાખે છે.
માનસિક સંવાદિતા ના હોય તો વરસાદનો મૃદુ ધ્વનિ પણ આપણી ભીતર ગમગીની પેદા કરે છે. તેથી ધ્યાન, સંતુલિત આહાર, યોગ્ય વર્તન અને આધ્યાત્મિક અભ્યાસ દ્વારા આપણી માનસિક રોગપ્રતિકારક શક્તિ કેળવવાનું અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. તે આપણી આંતરિક સુરક્ષા છે, આપણી ઉપચારાત્મક ઊર્જા છે.
એક સ્થિર, કેન્દ્રિત, જાગૃત મન મૂળભૂત – પરિવર્તન કરી શકે છે અને અસંખ્ય નકારાત્મક પ્રભાવોનો સામનો કરી શકે છે.
નવીનતમ સૌર વૃક્ષો
જંગલો બચાવી લેશે
રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં કોરિયન સંશોધકોએ એક સીમાચિન્હ રૂપ નવી પદ્ધતિ વિકસાવી નવી આશા પેદા કરી છે. આ ખોજ છે સોલાર ટ્રી. આ પદ્ધતિમાં વૃક્ષ આકારની વિશાળ સોલાર પેનલ ગોઠવવામાં આવે છે જે પરંપરાગત પેનલ ટાઇપ સોલાર ફાર્મ કરતા ઘણી વધુ વિદ્યુત તાકાત પેદા કરે છે. આ સિસ્ટમમાં જંગલો પૂર્ણત: અકબંધ જળવાઈ રહે છે. સપાટ પરંપરાગત ફ્લેટ સોલર પેનલ્સના ઉપયોગમાં ફક્ત 2% વન કવર ટકી રહે છે, ત્યારે સોલાર ટ્રી એટલે કે સૌર વૃક્ષોની સિસ્ટમમાં 99% જંગલનું રક્ષણ થાય છે.
આવા સૌર વૃક્ષો જંગલોમાં લગભગ 20 મીટરની ઊંચાઈએ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. તે રીતે સૂર્યપ્રકાશ હજી પણ વનસ્પતિઓ અને વન્યપ્રાણી સૃષ્ટિને મળતા રહે છે. આમા જગ્યા બનાવવા માટે કોઈ મોટા પાયે જંગલોની કાપણીની જરૂર પડતી નથી. વિરાટ સોલાર પેનલ માટે જંગલો કાપવા પડે છે, તે સમસ્યાનો આ બહુ સરસ ઉકેલ છે. સિસ્ટમ ઇકોસિસ્ટમ્સનો નાશ કર્યા વિના સ્વચ્છ ઊર્જા વિસ્તૃત કરવાની રીત પ્રદાન કરે છે જે કાર્બનને શોષી લે છે અને આબોહવા પરિવર્તન સામે લડી શકે છે.
એવા ભ્રમમાં ના રહેશો કે ડાયનાસોર અને માનવીઓ પૃથ્વી પર એક જ કાળખંડમાં સહજીવન જીવતા હતા
તેના ફાયદાઓ જોઈએ તો જંગલો નાશ પામતા એટલે છે. શહેરોમાં પણ સૌર વૃક્ષો ઊભા કરી શકાય છે.
હા, તકનીકીનો ખર્ચ વધુ આવે છે. પરંતુ જ્યારે જંગલોના નુકસાનની સામે મૂલવવામાં આવે તો આપણી ધરતીના ફેફસાં જેવા જંગલોને સાચવવા બહુ જરૂરી છે.
સૌર વૃક્ષો મૂંગા મોઢે બયાન આપે છે કે સ્વચ્છ ઊર્જા માટે પ્રાકૃતિક સંપાદનો ભોગ આપવો જરૂરી નથી.ખર્ચ પર આવવાની જરૂર નથી. બદલે, વાસ્તવમાં અનેક રીતે તે પ્રકૃતિનું સંવર્ધન કરે છે…
એંટીબાયોટિક દવાઓ સાથે કોફીનું સેવન સારવારને ઊંધા પાટે ચડાવી શકે છે
તાજેતરમાં થયેલા અત્યંત આધારભૂત એકેડમિક સંશોધનો જણાવે છે સારવારમાં એન્ટીબાયોટિક ઔષધો અપાઈ રહ્યા હોય તો તે સાથે કોફીનું સેવન કરવું સારવારને અસરહિન કરવા જેવું છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ ઇ. કોલી તરીકે ઓળખાતા સામાન્ય છતાં ઘણી વાર જોખમી પુરવાર થતા બેક્ટેરિયા અલગ અલગ 94 હાનિકારક રસાયણો પરત્વે કેવો પ્રતિભાવ આપે છે. તે 94 માંહેના 32 જેટલા રસાયણોએ આ બેક્ટેરિયા પોતાના કોષની અંદર પ્રવેશતા અને બહાર ઉત્સર્જન પામતા પદાર્થો પરત્વે જે રીતે વર્તે છે તેના પર પ્રભાવ પાડ્યો હતો. આ બધામાં કેફીનનો પ્રભાવ સહુથી વધુ હોવાનું નોંધાયું હતું. સંશોધકોએ નોંધ્યું હતું કે કોફીમાં રહેલ કેફીનના કારણે ઇ.કોલી બેક્ટેરિયાને સાઇપ્રોફલોક્ષેસિન જેવા એન્ટિબાયોટિક સામે ઝઝૂમવાની તાકાત મળી જતી હતી. આ સૂચવે છે કે કોફી માંહેના કેફીન સહિતના રસાયણ સૂક્ષ્મ રીતે બેક્ટેરિયાને એન્ટિબાયોટિક સામે ટકી રહેવાની ક્ષમતા આપે છે. આ સમગ્ર વિષયમાં એક અત્યંત રસપ્રદ બાબત રોબ નામના એક પ્રોટીનની ભૂમિકાની છે. આ પ્રોટીન બેક્ટેરિયાની અંદર પરિવહનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કેફીનથી સક્રિય થયેલ રોબ પછી બીજા પ્રોટીન પરિવહનમાં પણ અસર કરે છે. આમ છેલ્લે એન્ટિબાયોટિક્સને બેક્ટેરિયાની અંદર પ્રવેશ કરવાનું મુશ્કેલ બની જાય છે. આ પ્રકારના પ્રતિકારને નીચા-સ્તરના એન્ટિબાયોટિક પ્રતિકાર કહેવામાં આવે છે, અને તે બેક્ટેરિયાને તેમના પર્યાવરણને સંપૂર્ણપણે પરિવર્તિત કરવા કરતાં સમાયોજિત કરવા વિશે વધુ છે. રસપ્રદ વાત એ છે કે આ અસર ઇ કોલીના નજીકના સંબંધી સાલ એન્ટરિકામાં થઈ નથી, તે સૂચવે છે કે કેફીન અસર ફક્ત અમુક પ્રકારના બેક્ટેરિયા પર લાગુ થઈ શકે છે.
જેને વિજ્ઞાનમાં પ્રવેશ આપવા ઇન્કાર કરાયો હતો તે યુવાન ફિઝિક્સમાં નોબેલ પ્રાઈઝ વિજેતા બન્યો
1876 -77 આસપાસની આ વાત છે. સ્થળ જર્મની. મેક્સ કાર્લ પ્લાંક નામનો એક યુવક કોલેજ શિક્ષણના આરે ઊભો છે. તે પોતાના શિક્ષકો સમક્ષ ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક થવા ઈચ્છા દર્શાવે છે, પરંતુ તેના પ્રોફેસરો તેને એમ કહીને હતોત્સાહ કરવા પ્રયાસ કરે છે કે ભૌતિકશાસ્ત્રમાં તો જેટલું શોધાવા જેવું હતું તે શોધાઈ ચૂક્યું છે. તેમાં હવે કોઈ નવી શોધખોળ માટે અવકાશ નથી. તું બીજી કોઈ ફેકલ્ટીમાં સ્નાતક થઈ જા ભાઈ! જોકે યુવાન મેક્સ આ પ્રોફેસરોને શાંતિથી જવાબ આપતા કહે છે કે, મારે કોઈ નવી શોધખોળ કરવી જ નથી સાહેબ, હું તો અત્યાર સુધીમાં જે શોધાઈ ચુક્યુ છે તેના પાકા અભ્યાસ થકી મારો પાયો મજબૂત કરવા ઈચ્છું છું સાહેબ!
અત્યંત વિનમ્રપણે પ્રારંભ પામેલી આ જ્ઞાનયાત્રાએ ટુંક સમયમાં વિજ્ઞાનને એક નવો આકાર નવું રૂપ આપી દીધું.
આ ક્ષેત્રના પોતાના અભ્યાસની ફલશ્રુતિ રૂપે મેક્સે આ જગત સમક્ષ ક્વોન્ટમ થિયરીના સિદ્ધાંતોની સમજ રજૂ કરી. તેઓએ સહુ પ્રથમ વખત જ એ રહસ્યો જગત સામે મુક્યા કે, ઊર્જા કઈ રીતે ઉત્પન્ન થાય છે, છૂટી પડે છે. આ ઘટનાને તેઓએ ક્વોન્ટા તરીકે ઓળખાવી. આ ખોજના કારણે ભૌતિક વિજ્ઞાનના પરંપરાગત અભ્યાસને એક નવી દિશા મળી અને આ શાસ્ત્રના અભ્યાસ થકી સંપૂર્ણ બ્રહ્માંડની સમજ પ્રાપ્ત કરવાના દ્વાર ખુલ્લી ગયા. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પૂરી દુનિયાએ સ્વીકૃતિ આપ્યાના 20 વર્ષ પહેલાં 1905માં જ તેઓએ આઈન્સ્ટાઈનને સમર્થન જાહેર કર્યું હતું.
1918માં તેમને નોબેલ પુરસ્કારના સન્માનથી નવાજવામાં આવ્યા. આજના આધુનિક ભાતિક વિજ્ઞાનના પાયાના શિલ્પી તરીકે તેઓનું નામ અમર રહેશે. સમજવાની વાત તો એ છે કે મેક્સ પલાંક એ જ માણસ છે જેને વિજ્ઞાનનો અભ્યાસ કરતો રોકવા ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓએ નવેસરથી જ્ઞાનની સીમાઓ વ્યાખ્યાયિત કરીને પુરા વિશ્વને બ્રહ્માંડની વૈજ્ઞાનિક સમજના દ્વાર ખોલી આપ્યા. મેક્સ પ્લાંકની જ્ઞાન યાત્રા આપણને એ બોધ આપે છે કે જિજ્ઞાસા હંમેશા સંતુષ્ટીથી બહેતર ફળદાયી હોય છે અને, જગતમાં ક્રાંતિ લઈ આવનાર લોકો ઘણી વખત ચમક દમક શોધનારા નહી બલ્કે કેવળ શિષ્ય ભાવે જીવનને સમજવાની ઈચ્છા રાખનાર લોકો હોય છે.
સોનાના રથમાં બિરાજમાન સૂર્યની કલ્પના કાંસ્ય યુગમાં પણ હતી
દિવ્ય અશ્વ દ્વારા ખેચવામાં આવી રહેલા સુવર્ણ રથ પર આકાશમાં સવાર સૂર્યદેવની એક વાર કલ્પના તો કરી જુઓ! અને હવે એ વિચારો કે 3,400 વર્ષ પહેલાં ડેનમાર્કમાં કાંસ્ય યુગના લોકોએ કેવી સૂઝથી આ દ્રશ્યને વાસ્તવિક કોતરણીમાં ઉતાર્યું હશે! ટ્રુન્ડહોલ્મ સૂર્ય રથ કેવળ એક કળા નથી – તે રાત્રી દિવસ, રહસ્યવાદ અને વિજ્ઞાનને સાંકળતું એક કોસ્મિક મોડેલ છે
ડેનિશ પીટ બોગમાં 1902માં મળી આવેલ ટ્રુન્ડહોલ્મ સૂર્ય રથ (સી. 1400 બીસીઇ) કૃતિમાં કાંસાનો અશ્વ સૂર્યની પ્રતિકૃતિને ખેંચીને લઈ જઇ રહ્યો છે. ડિસ્કની એક બાજુ સોનાથી ચળકતી દર્શાવવામાં આવી છે. તે દિવસનું પ્રતીક છે, જ્યારે બીજી બાજુ અંધારું અંકિત છે, તે રાતનું પ્રતીક છે. આ ધાર્મિક પ્રકારની કૃતિ સૂર્યની શાશ્વત યાત્રાનો બોધ આપે છે. આ કૃતિ કાંસ્ય યુગની કારીગરી અને દિવ્ય કલ્પના બંનેનું પ્રદર્શન કરે છે. આજે તે પ્રાચીન લોકોએ બ્રહ્માંડને કેવી રીતે જોયું તેની કાલાતીત સ્મૃતિ તરીકે ડેનમાર્કના નેશનલ મ્યુઝિયમમાં શોભે છે. .
ટ્રુન્ડહોલ્મ સૂર્ય રથ પુરવાર કરે છે કે હજારો વર્ષો પહેલા પણ, મનુષ્ય બ્રહ્માંડના રહસ્યોને સમજાવવાની કોશિશ કરી હતી. આ માસ્ટરપીસ દંતકથા, વિજ્ઞાન
અને આધ્યાત્મિકતાને જોડે છે – જ્ઞાન અને ડહાપણનો આ વારસો માનવજાત માટે પ્રેરક છે.
આપણા કોષો આપણી વાત સાંભળે છે
એક સીમાચિન્હ રૂપ સંશોધનમાં એવો નિષ્કર્ષ બહાર આવ્યો છે કે, કાનથી શ્રાવ્ય એવા ધ્વનિ તરંગોનોને આપણા કોષો ઝીલે છે, સમજે છે અને તે અનુસાર પ્રક્રિયાઓ પણ કરે છે. આપણે જે કાઈ બોલીએ છીએ તેનો પ્રત્યક્ષ પ્રભાવ આપણાં કોષો પર પડે છે. સારવારના ક્ષેત્રમાં આ બાબત અત્યંત ઉપયોગી થઇ પડે એમ છે. કોષીય સમૂહોને ચોક્કસ પ્રકારે ધ્વનિ પહોંચાડવાની પદ્ધતિ વિકસાવી વૈજ્ઞાનિકોએ જે અભ્યાસ હાથ ધર્યો હતો તેમાં એવું સ્પષ્ટ થયું છે કે, કોષો ઈવન લો ફ્રિકવન્સીના પ્રતિઘોષ જેવા અવાજ પણ ઝીલે છે અને, તે ચરબીના કોષોની વૃદ્ધિને નિયંત્રણમાં લઈ ખાસ જીનને સક્રિય કે નિયંત્રિત પણ કરે છે. જૈવિક પ્રક્રિયાઓમાં પરિવર્તન આણવામાં તે ઘણું જ મદદરૂપ બની શકે તેમ છે. આ સંશોધનના કેન્દ્રમાં જે વિચાર છે તે એ છે કે ધ્વનિ મૂળભૂત રીતે યાંત્રિક ઊર્જાનું જ એક સ્વરૂપ છે. હવા અને પાણી દ્વારા લહેરાતા તરંગોની જેમ ધ્વનિ આપણી પેશીઓ અને કોષોની આરપાર સફર ખેડે છે. વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતનો ઉપયોગ એક પ્રયોગમાં કરી જોયો અને એ જાણવા પ્રયાસ કર્યો કે જેણે ધ્વનિના ચોક્કસ દબાણ પછી કોષો પર શું અસર થાય છે અને વિવિધ પ્રક્રિયાઓમાં તે કેવી રીતે વર્તે છે. તેના પરિણામો આશ્ચર્યજનક હતા, જેમાં 190 થી વધુ જનીનો ધ્વનિ -સંવેદનશીલ હોવાનું જણાયું હતું, અને સૌથી સ્પષ્ટ અસરોમાંની એક એડીપોસાઇટ તફાવતમાં ઘટાડો હતો, કેનો સંબંધ ચરબી કોષની રચનાની પ્રક્રિયા સાથે છે. તેનો એક અર્થ એવો પણ થાય છે કે આપણે વારંવાર જ્યારે આપણી જાત વીશે નકારાત્મક બોલીએ છીએ, જેમ કે હું ગરીબ છું, મારો સ્વભાવ બહુ ખરાબ છે, ત્યારે આપણી જ અંદર કોષીય સ્તરે આપણાં વિરૂદ્ધની પ્રક્રિયાઓ શરૂ થાય છે