જે સ્થાન પર બેસીને તમે ધ્યાન તથા મંત્ર-જાપ કરતા હો, તે સ્થાન સ્વચ્છ અને સુગંધી હોવું જરૂરી છે. ધ્યાન માટે રોજ-રોજ જગ્યા બદલવી ન જોઈએ. ક્યારેક બહાર ગામ જવાનું થાય ત્યારે સ્થાન બદલાય તે સમજી શકાય. વાતવરણ સુગંધી હોય તે અનિવાર્ય નથી, પરંતુ ધ્યાનમાં સહજતા લાવવા માટે ઉપકારક છે. આ કારણથી જ વિશ્વના તમામ ધર્મ સ્થાનોમાં ધૂપ, અગરબત્તી, સુગંધી પુષ્પો અથવા અન્ય સુગંધી દ્રવ્યોના ઉપયોગની પરંપરા ચાલી આવે છે. ધ્યાનમાં બેસતી વખતે જો તમે અગરબત્તી વાપરવાના હો તો તેની ગુણવત્તા સારી હોય તે જોવું. બહુ સસ્તી અગરબત્તીમાં હલકાં દ્રવ્યો વાપરવામાં આવે છે. દેહ પર અત્તર પણ લગાવી શકાય. ઘણા જાણીતા સિદ્ધ પુરુષોને અત્તર પ્રિય હતું. સૌથી વધારે મહત્વનું એ છે કે આપણું મન મહેકતું હોવું જોઈએ. તમે જે ઓરડામાં ધ્યાન કરવા માટે બેસો તે ઓરડો તમારા મનની પવિત્રતાથી મહેકતો થઈ જવો જોઈએ. એક જાણીતા શાયરે લખ્યું છે,
જે ઓરડામાં બેસો તે તમારા મનની પવિત્રતાથી મહેકતો થઈ જવો જોઈએ

Follow US
Find US on Social Medias