ગાંધીનગર ખાતેથી મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રૂ.37.47 કરોડના ખર્ચે આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં રૂ. 37.47 કરોડના ખર્ચે 233 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીશ્રીએ આંગણવાડીને માત્ર બાળ સંભાળનું કેન્દ્ર નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા ગણાવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આંગણવાડીના નવા મકાનોનું નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં રૂ. 20.23 કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી બનેલી 99 આંગણવાડી, 1 ઘટક કચેરી અને 1 સેજા કચેરીનું લોકાર્પણ તેમજ 65 આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત, ૠજઙઈના ઈજછ ભંડોળ અંતર્ગત કૠજઋ (કશલવિં ૠીફલય જયિંયહ ઋફિળય) ટેકનોલોજીના ઉપયોગથી રૂ. 17.25 કરોડના ખર્ચે બનેલી 69 આંગણવાડીઓનું પણ લોકાર્પણ કરાયું હતું. આ નવી સુવિધાઓથી રાજ્યના હજારો બાળકોને અદ્યતન વાતાવરણમાં પ્રારંભિક શિક્ષણ અને પોષણયુક્ત આહાર મળશે.
- Advertisement -
મંત્રીએ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે, આ બહેનો બાળકોની પ્રેમ અને વાત્સલ્યથી સંભાળ રાખે છે. તેમના પ્રયાસોથી જ બાળકોને આંગણવાડીમાં ઘર જેવું વાતાવરણ મળે છે અને વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલવા પ્રેરાયા છે. તેમણે ઉમેર્યું કે, આ બહેનો માતાની જેમ પ્રેમથી બાળકોને પોષણયુક્ત આહાર બનાવીને જમાડે છે.



