કોઠારી બ્રહ્મતીત સ્વામી, વિશ્ર્વ બંધુ સ્વામી અને ઉત્તમ પુરુષ સ્વામીએ દુંદાળા દેવના દર્શન કર્યા
આજે સાંજે બહેનો માટે પાણીપુરી સ્પર્ધા, કાલે ભગવાન સત્યનારાયણની કથા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રૈયારોડ પર આવેલી સોજીત્રાનગરમાં પ્રથમવાર ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવમાં રોજ સવારે 9થી 11 અને સાંજે 4થી 6 ધૂન રાખવામાં આવે છે. તેમજ રોજ સવારે 8 કલાકે અને સાંજે 7:30 કલાકે મહાઆરતી કરવામાં આવે છે. આ ઉપરાંત ગણેશોત્સવમાં રોજ વ્યસનમુક્તિ કેમ્પ અભિયાન ચલાવવામાં આવે છે. અહિં રોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શને અને આરતીનો લાભ લે છે તેમજ દર્શને પરિવાર સાથે આવતા બાળકો માટે ફ્રી રાઇડ રાખવામાં આવી છે. ખાસ કોઠારી બ્રહ્મતીત સ્વામી, વિશ્વ બંધુ સ્વામી અને ઉત્તમ પુરુષ સ્વામીએ દુંદાળા દેવની મહાઆરતી કરી હતી તેમજ ઘનશ્યામભાઈ હેરભા, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન કાલાવડ રોડ પર આવેલા માનસિક ક્ષતિવાળા ગૃહમાંથી અનેક મનોદિવ્યાંગ દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા અને પંડાલમાં પ્રસાદ લીધો હતો ત્યાર બાદ રાસ-ગરબા લઇ વિવિધ રમત ગમતની સ્પર્ધામાં જોડાયા હતા. આ ઉપરાંત મનોદિવ્યાંગ બાળકોને ભેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ આજે સાંજે ખાસ બહેનો માટે પાણીપુરીની સ્પર્ધા રાખવામાં આવી છે અને આવતીકાલે ભગવાન સત્યનારાયણની કથા યોજાશે. આ સમગ્ર ગણેશોત્સવ માટે સોજીત્રાનગર કા રાજા મિત્ર મંડળ દ્વારા જેમાં દેવકરણ જોગરાણા, ઉત્સવ મકવાણા, કશ્યપ ગોસ્વામી, ઋષિરાજસિંહ ગોહિલ, ભાવિન માંડલીયા, યશ રાઠોડ, મિતરાજ સેલાવ, હેરિશ ગોસ્વામી, જયેન્દ્રસિંહ સરવૈયા, કહાન પટેલ, કથન પટેલ, ઋષિ ગોસાઇ, અકિલ જલવાણી અને જગદિશભાઇ તંતી જહેમત ઉઠાવી રહ્યા છે.



