ભૂદેવ સેવા સમિતિ આયોજીત રાજકોટ કા મહારાજા ખાતે મહાઆરતીનો શહેરના શ્રેષ્ઠી અને આગેવાનોએ લાભ લીધો
બ્રહ્મ સમાજના વિવિધ તડગોળના પ્રમુખોને ભગવાન પરશુરામજીની પ્રસાદી સ્વરૂપ ફરશી અર્પણ કરી સન્માનિત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભૂદેવ સેવા સમિતિ આયોજીત રાજકોટ કા મહારાજા ખાતે મહાઆરતીનો શહેરના શ્રેષ્ઠી અને આગેવાનોએ લાભ લીધો હતો. ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક બ્રહ્મયુવા અગ્રણી અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસ ત્રિવેદીએ જણાવ્યું કે ચોથા અને પાંચમા દિવસની રાજકોટ કા મહારાજાની મહાઆરતીમાં અનોખી ભવ્યતા અને દિવ્યતા પ્રાપ્ત થઈ હતી. કારણ કે શનિવારની મહાઆરતીનો કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લાભ લીધો હતો અને પાંચમા દિવસે રવિવારે મહાઆરતીમાં બ્રહ્મ સમાજના અગ્રણી પૂર્વ કેબિનેટ મંત્રી ઉમેશભાઈ રાજ્યગુરુ, કશ્યપભાઈ શુક્લ, નીતિનભાઈ ભારદ્વાજ, અંજલિબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, કાશ્મીરાબેન નથવાણી, દર્શિતભાઈ જાની, દીપકભાઈ પંડ્યા, ડો. જૈમન ભાઈ ઉપાધ્યાય, રાજકોટ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, જીતુભાઈ ભટ્ટ, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા (કેબિનેટ મંત્રી) તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા. બાળાઓએ આકર્ષક નૃત્ય સાથે ગણેશ વંદના રજૂ કરી હતી તેમજ બ્રહ્મ સમાજના વિવિધ તડગોળના પ્રમુખોને ભગવાન પરશુરામજીની પ્રસાદી સ્વરૂપ ફરશી અર્પણ કરી સન્માનિત કર્યા હતા.
મહાઆરતીમાં ડો. દર્શનાબેન પંડ્યા (કોર્પોરેટર), રુચિતાબેન જોશી, દેવાંગભાઈ માંકડ, કિરીટભાઈ ગોહિલ, કૌશિકભાઈ, લીનાબેન રાવલ, પરેશભાઈ પંડ્યા, નવીનભાઈ જોશી, પી.સી વ્યાસ, કનકભાઈ વ્યાસ, એડવોકેટ નોટરી ગૌતમભાઈ દવે, ભાસ્કરભાઈ ત્રિવેદી, યોગેન્દ્રભાઈ લહેરુ, અજીતભાઈ જોશી, કોંગ્રેસ અગ્રણી પ્રદીપભાઈ ત્રિવેદી અને જીતુભાઈ ભટ્ટ, અશોકભાઈ જોશી, કેતનભાઈ બોરીસાગર, જયેશભાઈ જાની તથા હર્ષદભાઈ વ્યાસ તેમજ રાજકોટ સહિતના 17 તાલુકાના પ્રમુખ કમલેશભાઈ જોશી, પરાગભાઇ ભટ્ટ, ડો એન ડી સીલુ, નિલેશકુમાર બળદેવ, ભાવનાબેન જોષી, વિપુલભાઈ શુક્લ, ભારતીબેન જાની, આશાબેન ઉપાધ્યાય, પ્રતિભાબેન જોષી, ધૈર્યાબેન પંડ્યા, જી.આર. ઠાકર, કિરણબેન ઠાકર ધેલારામજી સોશિયલ ગ્રુપ, જંક્શન પ્લોટ યુવક મંડળ તથા કોઠારીયા યુવક મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કમિટી મેમ્બર્સનો ખાસ સહયોગ રહ્યો હતો. હડીયાણા ચોવીસી બ્રહ્મ સમાજના અગ્રણી અનિલભાઈ ત્રિવેદી, વિકીભાઈ ઠાકર, નિશાંતભાઈ રાવલ, જીતુભાઈ ત્રિવેદી, વિશાલભાઈ ઉપાધ્યાય ખંભલાવ યુવક મંડળના આશુતોષભાઈ રાવલ, જતીનભાઈ રાવલ, કૌશિકભાઈ રાવલ, જયભાઈ રાવલ, નિશાંતભાઈ રાવલ, હેમલભાઈ રાવલ, યજયુર્વેદી શ્રીમાળી બ્રહ્મસમાજના દિલીપભાઈ દવે, ધનંજયભાઈ દવે, બિપિનભાઈ દવે, હિતેશભાઈ દવે તથા પરશુરામ ધામના ઉત્તમભાઈ જાની, જયેશભાઈ ભટ્ટ, યોગેશભાઈ ભટ્ટ, વિજયભાઈ જોશી, પરશુરામ યુવા સંસ્થાનના નિરંજનભાઈ દવે, કૃનાલભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



