છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં છૂટાછવાયા વરસાદ બાદ વાતાવરણ ખુલ્લું થતાં ખેડૂતો અને જનજીવનને રાહત મળી છે. ખેતીપાક માટે હાલમાં ’વરાપ’ (સૂકા હવામાન)ની તાતી જરૂરિયાત હતી, જે વરસાદના વિરામથી પૂરી થઈ છે. લાંબા સમયથી ચાલતા ભારે વરસાદને કારણે છેલ્લા 10 દિવસથી ગિરનાર રોપ-વે સેવા સતત બંધ રહી હતી. પરંતુ, આજે વાતાવરણ સામાન્ય થતાં અને વરસાદમાં રાહત મળતા આજથી ફરીથી રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઘણા દિવસોથી ભારે વરસાદના પગલે ખેતી પાકને નુકશાનની ભીતિ હતી ત્યારે ખેડૂતો વરાપની કાલે તેવી આશા લઈને બેઠા હતા આજે સુરજ દાદાના દર્શન થતા ખેતી પાકને ફાયદો થશે.
જૂનાગઢ ગિરનાર રોપ-વે આજથી શરુ થયો, વરાપ થતા ખેતી પાકને ફાયદો

Follow US
Find US on Social Medias