શ્રેષ્ઠ પરિણામ લાવનાર 160થી વધુ વિધાર્થીઓનું સન્માન, નગરપાલિકાના નવા સદસ્યોને પણ માન
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
શહેરની રાજગોર બ્રાહ્મણ વાડી ખાતે સરસ્વતી સન્માન સમારોહ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગતથી કરવામાં આવી હતી.
આ અવસરે બાલમંદિરથી લઈને ધોરણ 1 થી 12માં શ્રેષ્ઠ પરિણામ લાવનાર 160થી વધુ વિધાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે વિધાર્થીઓના માતા-પિતા તથા શિક્ષકોની પણ પ્રશંસા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રાજુલા નગરપાલિકામાં રાજગોર બ્રહ્મ સમાજમાંથી ચૂંટાયેલા સભ્યો ભરતભાઈ જેન્તીભાઈ જાની, જલ્પાબેન રાજેશભાઈ ઝાખરા અને જયોતિબેન મયુરભાઈ દવેનું પણ સન્માન કરાયું હતું.
- Advertisement -
આ સન્માન સમારોહનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવો અને તેમને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમમાં બ્રહ્મસમાજના પ્રમુખ ભાનુભાઈ રાજગોર, આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.