કોળી સમાજના ડોકટરો, વકીલો, શિક્ષકો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત કોળી સમાજના દીકરા-દીકરીઓને યોગ્ય મનપસંદ જીવનસાથી પાત્ર મળે અને સમાજના વડીલો એકબીજાના સંપર્કમાં આવે અને એક જ સ્થળ પર એકબીજાના સંપર્ક દ્વારા માતા-પિતાના સંતાનોના લગ્નની ચિંતા હળવી થાય તેવા હેતુથી ચુંવાળીયા, તળપદા, ઘેડિયા, દિવેચા સમસ્ત કોળી સમાજના અભ્યાસ કરતાં એજ્યુકેશન ફેમિલીના યુવક-યુવતીઓ માટે કોળી શક્તિ યુવક મંડળ અમરેલી તથા સમસ્ત કોળી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત રાજકોટ શહેર ખાતે તા. 31-8-2025 રવિવારે સવારે 8-00 કલાકથી 3-00 વાગ્યા સુધી સ્થળ પંડિત દિનદયાલ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ યુનિટ 1 સેટેલાઈટ ચોક, પેડક રોડ, રાજકોટ ખાતે શાહી જાજરમાન પસંદગી મેળો યોજાશે.
- Advertisement -
આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે સૌરાષ્ટ્ર-ગુજરાતના તેમજ રાજકોટ શહેર જિલ્લાના કોળી સમાજના ડોકટરો, વકીલો, શિક્ષકો, પોલીસ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના તમામ સરકારી કર્મચારીઓને પધારવા આમંત્રણ પાઠવાયું છે.
આયોજનને સફળ બનાવવા માટે કોળી શક્તિ યુવક મંડળ અમરેલી પ્રમુખ રમેશભાઈ ગોહિલ, તેમની ટીમ તથા સમસ્ત કોળી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ કલ્પેશભાઈ બાવરીયા, ધીરુભાઈ ધોળકિયા તેમજ ટ્રસ્ટના સર્વે હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. આ પરિચય મેળામાં જે ઉમેદવાર ભાગ લેવા હોય તેમજ અન્ય માહિતી માટે રમેશભાઈ ગોહીલ મો. 9374734820, કલ્પેશભાઈ બાવરીયા 7984594424 પર સંપર્ક કરી શકાશે. ‘ખાસ-ખબર’ની શુભેચ્છા મુલાકાતે કલ્પેશભાઈ બાવરીયા, ધીરુભાઈ ધોળકિયા, સુરેશભાઈ જાંબુકીયા, ભરતભાઈ ચણીયારા, રૂપેશભાઈ ધોળકિયા, મયુરભાઈ બાવરીયા, લાલજીભાઈ ચણીયારા, સંજયભાઈ ધામેચા આવ્યા હતા.