આ ક્લબ ઑફિસ બંધ કરી અન્યત્ર જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન અને સભ્યો પણ ફરિયાદ કરતા રહ્યા છે પરંતુ વિક્રમ પુજારા આંખ આડા કાન કરી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના સરદારનગર મેઈન રોડ પર આવેલી શાળા નં.19માં એક સગીરાના શોષણકાંડ પર પડદો પાડી દેવામાં આવ્યો છે. શાળા નં.19ના કેમ્પસમાં આવેલી સગીરાનું શોષણ થયાની ઘટના અંગે અંદરખાને સૌને જાણ છે. આ અંગે છેક ગૃહમંત્રી સુધી ફરિયાદ થઈ છે પરંતુ શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારાએ સમગ્ર શોષણકાંડ દબાવી દીધો છે.
શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા સગીર વયની દીકરી સાથે બનેલી ઘટનામાં પડદો પાડવામાં અંતે સફળ રહ્યા છે. એવું કહેવાય છે કે, શાળા નં.19ના કેમ્પસમાં એક મહિલા હોસ્ટેલ ચાલે છે અને ત્યાં મેદાનમાં જ ચાલતી ગેરપ્રવૃતિ માટેની ક્લબ ઓફિસમાં દરેક પ્રકારની મહેફિલ યોજવામાં આવતી તેનાથી સૌ કોઈ વાકેફ છે. ચેરમેન વિક્રમ પુજારા દિવસમાં દસ વાર ત્યાંથી પસાર થાય છે કેમ કે તેમની પ્રાઇવેટ ઓફિસ ત્યાંથી માત્ર 100 મીટર દૂર આવેલી છે તો પણ આ ક્લબ ઓફિસમાં પગલાં લેવા તસ્દી લીધેલ નથી.
ચર્ચાઓ મુજબ યેનકેન પ્રકારે અનેક લોકો અહીં મહેફિલમાં મજા માણી રહ્યા હતા એટલે તેરી ભી ચુપ મેરી ભી ચુપ જેવો ઘાટ બન્યો છે. આ ક્લબ ઓફિસ બંધ કરી અન્યત્ર જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન અને સભ્યો પણ ફરિયાદ કરતા રહ્યા છે પરંતુ વિક્રમ પુજારા આંખ આડા કાન કરી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, શાળા નં.19ના કેમ્પસમાં આવેલા સીસીટીવીના છેલ્લા છ મહિનાના ફૂટેજની તપાસ કરવામાં આવે તો અનેક લોકોના કાંડ ઉઘાડા પડે અને મોઢું છુપાવી ફરવું પડે તેમ છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં યુવતીએ સમગ્ર બનાવની ફરિયાદ રાજ્યના ગૃહમંત્રી સમક્ષ કરતા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જવાબદાર પીએસઆઈને સોંપવામાં આવેલ હતી અને તપાસમાં કેટલાક કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. આ મામલે કડક તપાસ થતા અનેક રાજકીય મોટા માથાના નામ કાળા કામોમાં ખુલે તેવી સંભાવના છે તેથી શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારાએ સગીરાના શોષણકાંડ પર પડદો નાખી આખું પ્રકરણ રફેદફે કરી દીધું હોવાનું શિક્ષણ સમિતિના સભ્યો કહી રહ્યા છે.
સમિતિમાં સ્ટાફની ઘટ છે છતાં ચેરમેન વિક્રમ પૂજારાને ભરતી પ્રક્રિયા સામે વાંધો છે
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભરતી પ્રક્રિયામાં ખૂદ ચેરમેન જ રોડાં નાખે છે!
સ્ટાફની ભરતી કરાતી નથી, માનીતા શિક્ષકોને સમિતિનાં કામકાજ માટે નિમણૂક અપાય છે, અને આ શિક્ષક-શિક્ષિકાઓ જલ્સા સિવાય કશું કરતાં નથી
શિક્ષણની કોઈપણ પ્રકારની ગતાગમ નથી તેવાં વિક્રમ પૂજારાને ચેરમેન બનાવીને રાજકારણીઓએ શિક્ષણની ઘોર ખોદી
પૂજારાએ પૂર્વ પ્રમુખ મુકેશ દોશીની પગચંપી સિવાય કશું જ કર્યું નથી: મનીષ રાડિયાને સ્ટેન્ડિંગ ચેરમેન બનતાં રોકવાનાં એકમાત્ર ઉદ્દેશ્યથી પૂજારા જેવાં અધૂરાં ઘડાને શિક્ષણ જેવું મહત્ત્વનું કાર્ય સોંપી દેવાયું
દિનેશ સદાદિયાને ઘરભેગો કરવામાં પણ પૂજારાને બિલકુલ રસ નહોતો: માત્ર નવા બિલ્ડિંગો બનાવવામાં જ રસ લેવાનું કારણ શું?
કિરીટ પરમાર અને પૂજારાની ખાપરા-કોડિયાની જોડીએ શિક્ષણનું નખ્ખોદ વાળ્યું: ધરાહાર અગત્યનાં કામ કરતાં નથી
ધારાસભ્યોથી લઈ સાંસદ અને બીજાં અનેક અગ્રણીઓએ અનેકાનેક વખત ભરતી પ્રક્રિયા હાથ ધરવા સૂચના અપાઈ છે છતાં પૂજારા કોઈ ગજબનાક જીદ લઈને બેઠાં છે