સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળાનું સમાપન થઈ ચુક્યું છે. અંદાજિત 15 લાખથી વધુ લોકોએ આ મેળાને માણ્યો છે. ત્યારે આજે સવારે રેસકોર્સ બહાર પાથરણાવાળાને ત્યાં ભીડ જામી છે. પાથરણાવાળા વેપારીઓ વસ્તુના ભાવમાં ઘટાડો કરતા ખરીદી માટે લોકો એકઠા થયા હતા. પાંચ દિવસ સુધી મેળામાં ભરપૂર કમાણી કરતા વધેલા રમકડા અથવા વસ્તુને વેચીને વેપારી રોકડી ઉભી કરી હતી. રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો ગઈકાલે(18 ઓગસ્ટ, 2025) જ પૂર્ણ થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ આજે સ્ટોલ ધારકોએ પોતાની ચીજ વસ્તુઓનું વેચાણ ચાલુ રાખ્યું હતું. રમકડા અને હોમ ડેકોરેશનના સ્ટોલ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વેપારીઓ પણ પોતાની વધેલી ચીજ વસ્તુઓ પાણીના ભાવે વેચી રહ્યા હોવાથી લોકોએ મન મૂકીને ખરીદી કરી હતી. ખાસ કરીને રમકડા 50% ઓછા ભાવે મળતા મોટી સંખ્યામાં લોકો રમકડાના સ્ટોલ ઉપર ખરીદી કરતા જોવા મળ્યા હતા.
Follow US
Find US on Social Medias



