સાતમ-આઠમના તહેવારોમાં ફરવાનાં સ્થળે માનવ મહેરામણ ઉમટી પડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં સાતમ-આઠમના તહેવાર દરમિયાન પ્રદ્યુમન પાર્ક તેમજ રામવન સહિતનાં મનપા સંચાલિત ફરવાનાં સ્થળે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. જેમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે 66370 લોકોએ મુલાકાત લીધી હતી. બીજીતરફ ભગવાન રામનાં જીવન પ્રસંગો વર્ણવતા રામવન ખાતે 5430 લોકોએ ફરવાનો આનંદ માણ્યો હતો. પ્રદ્યુમન પાર્ક ઝૂનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવતા રાજકોટ ઝૂ ફરી સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ સાબિત થયું હતું.
પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે તા.15-8ના રોજ 15068, તા. 16-8ના રોજ 22298, 17-8ના રોજ 19020 અને તા.18-8ના રોજ 9986, એમ 66372 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. ભગવાન રામનાં જીવનમાં બનેલા પ્રસંગોને તાદ્રશ્ય કરતા સકલ્પચર નિહાળીને ભાવવિભોર થયા હતા. તેમજ પ્રકૃતિની ગોદમાં ફરવાનો આનંદ માણ્યો હતો. રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં જુદી-જુદી 67 પ્રજાતિનાં કુલ 560 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાન, ચાર પ્રકારના વાંદરાઓ, વિવિધ પ્રજાતીનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતિઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વગેરેઓને આધુનિક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરી, વન્યપ્રાણી-5ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.



