સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચ.ડીમાં ફરી વિવાદના વાદળો ઘેરાયા: કોલેજના અધ્યાપકોને ગાઇડશીપ ન મળતા સંઘની કુલપતિને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ઉત્પલ જોશી દ્વારા અંતે પીએચ.ડી.માં પ્રવેશ પરીક્ષા લેવા માટે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ જાહેરાત બાદ પણ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ને લઈ વિવાદના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. કારણ કે કુલપતિ દ્વારા આ વખતે માત્ર ભવનના અધ્યાપકોને જ ગાઈડશીપ આપવાની જાહેરાત કરી છે. તેથી કોલેજના અધ્યાપકોને ગાઈડશીપથી બાકાત રાખતા અધ્યાપક સંઘ દ્વારા કુલપતિને રજુઆત કરી ગાઈડશીપ પરત કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આખરે પીએચ.ડી. માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી ફોર્મ ભરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થયો છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં સંલગ્ન કોલેજોમાં ગાઈડશીપ ધરાવતા અધ્યાપકોને પણ પીએચ. ડી.ના વિદ્યાર્થીઓ આપતા ત્યા હાલ કુલ 28 વિષયોમાં 586 સીટ જાહેર કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગે કર્યા મુજબ માત્ર ભવનોના જ અધ્યાપકોને એઈફશીપ સોંપાતા 22 વિષયમાં માત્ર 105 જેટલી સીટ જાહેર કરવામાં આવી છે.
આ અંગે અધ્યાપક મંડળના પ્રમુખ ક્રિપાલસિંહ પરમારે જણાવ્યુ હતું કે, ભૂતકાળમાં યોજાયેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં માત્ર ભવનોના અધ્યાપકોને જ ગાઈડશીપ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેના પગલે પીજી માન્યતા ધરાવતા અને ગાઈડશીપ ધરાવતા અધ્યાપકોને ગાઈડશીપથી દૂર રખાતા આ નુકસાન માત્ર અધ્યાપકોનું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ અને સમાજનું પણ છે. કારણ કે, જો છે પીએચ. ડીના વિદ્યાર્થીઓ નહીં સોંપાય તે યુનિવર્સિટીમાં તેની સીટ ઘટશે અને અભ્યાસ અર્થે તેઓ ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લેશે. જયા વિદ્યાર્થીઓને માત્ર રૂ.3,000થી 4,000 પીએચ.ડી.નું એક સત્ર થતુ હોય ત્યાં ખાનગીમાં તેઓએ 50, 000થી 1 લાખ સુધી ચૂકવવા પડશે. આ અંગે કુલપતિ દ્વારા 10 દિવસમાં નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી છે. જો આ નિર્ણયમાં ફેરબદલી નહીં થાય તો કોલેજોના અધ્યાપકો તેમની ગાઈડશીપ પરત કરી દેશે.



