ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર એ સિંહોનો પ્રદેશ છે. આ પ્રદેશમાં વસવાટ કરતા સિંહોના સંવર્ધન અને સંરક્ષણ પ્રત્યે સ્થાનિક સમુદાયમાં જાગૃતિ આવે એવા હેતુસર કોડીનારના મિતિયાજ ખાતે એક મહારેલી યોજાઈ હતી. ઉપસ્થિત સર્વેએ સિંહોના સંવર્ધન માટે શપથ લીધા હતાં. શપથવિધિ અને રેલીના માધ્યમથી સિંહ સંરક્ષણનો સંદેશ અસરકારક રીતે નાગરિકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ રેલીની શરૂઆત મિતિયાજ પ્રાથમિક ક્ધયા શાળા થી કરવામાં આવી હતી. આ રેલીનો હેતુ વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમુદાયમાં સિંહોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. જે જવાબદારીની ભાવના કેળવવાનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. આચાર્ય શ્રી રમેશભાઈ વાઢેળ તેમજ સરપંચ શ્રી સુરપાલસિહ બારડ દ્વારા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન વિશે માહિતી આપવામાંઆવીહતી.
ભેસાણ ખાતે વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે રેલી સાથે ભવ્ય ઉજવણી
- Advertisement -
ભેસાણમાં જીન પ્લોટ પે સેન્ટર શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સાસણ ગીર નેશનલ પાર્કના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ગીરના ગૌરવરૂપ એશિયાટિક સિંહના સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાસણ ગીર નેશનલ પાર્ક દ્વારા ખાસ જીપ્સીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના માધ્યમથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને સિંહ સંરક્ષણના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા. ઉજવણીના ભાગરૂપે ભેસાણ નગરમાં એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ, અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન સિંહ સંરક્ષણના સંદેશા સાથેના બેનરો અને પોસ્ટર્સ લઈને વિદ્યાર્થીઓએ ગીરના આ રાજવી પ્રાણીના રક્ષણ માટેનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો આ કાર્યક્રમની સફળતામાં તાલુકા લાયન ડે ક્ધવીનર ડો. કિશોરભાઈ શેલડીયા આ સિવાય આઈએફએસ મોહન રામ તથા ફોરેસ્ટ અધિકારી કરસનભાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે રેલીઓ યોજાઈ
- Advertisement -
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિંહ સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો હતો. આ રેલીમાં જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની કુલ 1315 શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, અને ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમ દરમિયાન, ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને નાગરિકોએ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમ સિંહના મહત્વ અને તેના સંરક્ષણની આવશ્યકતા વિશે સમાજમાં જાગૃતિ લાવવામાં સફળ રહ્યો હતો.



