ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજીપી નિલેશ જાજડીયા તથા એસપી સુબોધ ઓડેદરા અને વિભાગીય અધિકારીઓની અધ્યક્ષતામાં પોલીસ-સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સરપંચો, આગેવાનો, અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી સક્રિય ભાગ લીધો હતો આ પરિસંવાદમાં નીચેના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવી, ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું મહત્વ અને તેના માટે માર્ગદર્શન અપાયું તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવતી સારી કામગીરી અંગે માહિતી અપાવી તેની સાથે નવા કાયદાઓ (ઇગજજ, ઇગજ, ઇજઅ વગેરે) અંગે જાગૃતિ આપવામાં આવી હતી તથા સી – ટીમની કામગીરીથી લોકોને અવગત કરાયા હતા અને ટ્રાફિક અવેરનેસ, માર્ગ સલામતી અને અકસ્માત નિવારણ, સાયબર અવેરનેસ. ’ત્રણ વાત તમારી ત્રણ અમારી’ અને ’તેરા તુજકો અર્પણ’ જેવી યોજનાઓ વિશે માહિતી અપાઈ હતી આ કાર્યક્રમ દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોક્ત તમામ મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન તૈયાર કરી સવિસ્તાર સમજૂતી આપવામાં આવી હતી, જેથી ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને સુદૃઢ બને તેમજ નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે.