હરિદ્વાર જતા પહેલા ગામના 555 બાળકોને મહાદેવ ગ્રુપે બટુક ભોજન કરાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.31
તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામના મહાદેવ ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન અવસાન પામેલા ગામના વિવિધ સમાજના 40 મૃતકોના અસ્થિનું હરિદ્વાર ખાતે ગંગામાં સામૂહિક વિસર્જન કર્યું હતું. આ માનવ સેવાની વિગત એવી છે કે ગામમાં વિવિધ સેવાકીય કાર્યો કરતા સેવાભાવી 31 યુવાનોનું મહાદેવ ગ્રુપ દ્વારા ગામમાં પાંચ વર્ષ પહેલા અસ્થિ બેંક ની સ્થાપના કરવામાં આવી.ગામમાં કોઈ મૃત્યુ પામે તો અસ્થિ બેંકના સભ્યો સ્મશાને જઈ તેમના અસ્થિ એકત્ર કરી કુંભમાં રાખવામાં આવે છે.આ વર્ષે ગામમાં 40 લોકો મૃત્યુ પામ્યા હતા. મહાદેવ ગ્રુપના યુવાનો દ્વારા ગામના 555 બાળકોને બટુક ભોજન કરાવી તમામ મૃતકોના અસ્થિ કુંભ સ્વખર્ચે હરિદ્વાર લઈ ગયા હતા ત્યાં મૃતકોના આત્માની શાંતિ માટે પૂજન અર્ચન સાથે તમામ શાસ્ત્રોક્ત વિધિ કરી 40 મૃતકોના અસ્થિનું ગંગામાં સામૂહિક વિસર્જન કર્યું હતું.મહાદેવ ગ્રુપ દ્વારા સ્થાપના કરવામાં આવેલ અસ્થિ બેંક નો તમામ ખર્ચ ગ્રુપના 31 સભ્યો સામુહિક રીતે કરે છે.મહાદેવ ગૃપ ની પરોપકારી માનવસેવા આખા પંથકમાં પ્રશંસા ને પાત્રબનીરહીછે.



