એક પેડ માં કે નામ અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. એક પેડ માં કે નામ 2.0 કાર્યક્રમ અંતર્ગત સામાજિક વનિકરણ વિભાગ ગીર સોમનાથ હેઠળની સામાજિક વનિકરણ રેન્જ જૂનાગઢના કાર્ય વિસ્તારમાં આવતા જૂનાગઢના ખડીયા ગામે આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે જવાહર નવોદય વિદ્યાલય તેમજ વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સ્કુલના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ અને તેમના વાલીશ્રીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહયા હતા. આ તકે વન વિભાગના અધિકારીઓ ધ્વારા વન અને પર્યાવરણ નું મહત્વ સમજાવ્યું હતું તેમજ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત દરેકને એક વૃક્ષ વાવવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલય ખાતે 400 રોપા તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખડીયા ખાતે 1111 મળીને ખડીયા ગામે કુલ 1511 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.