સહકારથી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો અને ગ્રામજનોને ઘર આંગણે જ બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ હેઠળ રાજકોટ જિલ્લામાં રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકાર થી સમૃધ્ધિ” સમીક્ષા બેઠક યોજાઈ હતા. આ બેઠકમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંક લી., ધી રાજકોટ નગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, શ્રી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંક લી., શ્રી સુરેન્દ્રનગર જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ધી જુનાગઢ જિલ્લા સહકારી બેંક લી., ધી કોડીનાર તાલુકા કો.ઓ. બેન્કિંગ યુનિયન લી., ધી જુનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ધી પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ધી જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ. લી., ધી જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ધી દેવભૂમિ દ્વારકા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ધી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ધી કચ્છ ડિસ્ટ્રીકટ કો.ઓ. લી.ના ચેરમેનઓ હોદેદારઓ, અગ્રણીઓ પાસેથી તેમની સંસ્થા દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
- Advertisement -
વધુમાં ઉમેર્યું હતું કે, સહકારી ક્ષેત્રે મહત્વની એવી પ્રાયમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટી એટલે કે પ્રાથમિક ખેત ધિરાણ સોસાયટીઓને વધુ મજબૂત કરવા માટે તમામ મંડળીઓને કમ્પ્યુટરાઈઝ કરવામાં આવી રહી છે. સહકાર વિભાગ દ્વારા પેક્સના માધ્યમથી ખેડૂતોની આવક વધારવાના સચોટ પ્રયાસો થઈ રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને ખેતીવાડી ઉત્પન્ન બજારમાં ખરીદ – વેચાણ માટે પણ સંસ્થાઓએ પ્રોત્સાહન આપવું જોઈએ.પશુપાલકો અને ખેડૂતોને આ અંગેની જાણકારી મળી રહે તે માટે તાલુકાકક્ષાએ બેઠકો કરવા જરૂરી સુચનો સાથે મંત્રીએ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમજ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બેંક મિત્ર તેમજ માઈક્રો એટીએમ અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં સહકાર વિભાગના સચિવ સંદીપ કુમારે સમીક્ષા બેઠકમાં સામેલ તમામ જિલ્લાઓની સહકારી ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરી હતી. તેમજ તમામ સહકારી સંસ્થાઓ એકબીજાને મદદ કરે, જેનાથી તમામ સંસ્થાઓનો વિકાસ થાય, મજબૂત અને સધ્ધર બને તે હેતુસર લક્ષ્યાંકોને નિયત સમયમાં પૂર્ણ કરવાં સુચના આપી હતી.



