ઉત્તર પ્રદેશના ઝાંસીના મૌરાનીપુર વિસ્તારમાં ચાર ગ્રેજ્યુએટ છોકરીઓ રેખા, વરદાની, કલ્યાણી અને આરતીએ શિવલિંગ સાથે લગ્ન કર્યા છે. લગ્ન કરનારી છોકરીઓએ પરંપરાગત પોશાક પહેર્યો હતો. અને દુલ્હનની જેમ તૈયાર થઈ હતી.
શિવલિંગને પણ વરરાજાની જેમ પાઘડી પહેરાવવામાં આવી હતી. મૌરાનીપુરના કુંજ બિહારી પેલેસમાં બ્રહ્માકુમારી આશ્રમ દ્વારા આયોજિત આ સમારોહમા ચારેય છોકરીઓએ શિવલિંગને વરરાજા માનીને વૈદિક રીતે માળા પહેરાવી હતી અને આજીવન બ્રહ્મચર્ય પાળવાનું અને સેવાનું વચન આપ્યું હતું. લગ્ન-સમારોહમાં નંદી પણ હાજર હતા. આ લગ્ન ભક્તિ, બલિદાન અને આધ્યાત્મિક સમર્પલનું ઉદાહરણ બની ગયાં છે. આ અનોખી ઘટનાની ચર્ચા બધે થઈ રહી છે.
- Advertisement -
આ સમારોહમાં એક પછી એક છોકરીઓ ભગવાન શિવના શિવલિંગને માળા પહેરાવી રહી છે. બદલામાં તેમને પણ માળા પહેરાવવામાં આવી રહી છે. આ પછી છોકરીઓ શિવલિંગને ભેટી રહી છે. બ્રહ્માકુમારી આશ્રમના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ લગ્ન સાંસારિક બંધનોથી મુકત બની આત્માની શુદ્ધતા અને ભગવાન સાથે એકતા તરફનું પ્રથમ પગલું છે.