સાયબર ફ્રોડના 9.45 કરોડ ઓનલાઈન ટ્રાન્સફર કરી, કમિશન મેળવતા મહીલા નોટરી સહિત 9 સામે ગુનો
હોસ્પિટલના કર્મચારીએ 3 કરોડ ચોકીદારના ખાતામાં જમા કરાવ્યા હતા : સાયબર પોલીસમાં બે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશભરમાં સાયબર ગઠીયાઓ નાણા ઓનલાઈન ટ્રાન્સફર થતા હોવાની માહીતીને આધારે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે બેંકોમં તપાસ કરતા મુંબઈના શખસે રાજકોટના મહિલા નોટરી સહીતની મદદથી નકલી ડોકયુમેન્ટના આધારે બેંક ખાતાઓ ખોલાવી અલગ-અલગ રાજયોના ગઠીયાઓના રૂ.9.45 કરોડ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હોવાનુ બહાર આવતા મહિલા નોટરી સહિત 9 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તેમજ અન્ય એક ગુનામાં ખાનગી હોસ્પીટલના પુર્વ કર્મચારીએ ચોકીદારના ખાતામાં 3 કરોડ જમા કરાવ્યા હોવાનુ બહાર આવતા પોલીસે કેટલાક શખસોને ઉઠાવી લઈ પુછતાછ કરી વધુ મુંબઈના સુત્રધાર સહીતને પકડી લેવા મથામણ કરી છે. સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ એમએ જનકાંત સહીતની ટીમે તપાસ કરતા આર.ટીઓ પાસે રહેતો મયુર ખુંગલા,રોમેશ,મીત અને લાલ બહાદુર સહીતને ઉઠાવી લઈ તેની પુછતાછ કરતા મુંબઈના આશીષ અને પ્રવિણ સહીતે તેના નામે નકલી ડોકયુમેન્ટ બનાવી તેના ખાતામાં ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરવાના કમીશનના રૂપીયા આપતા હોવાનુ અને બોગસ ડોકયુમેન્ટમાં મહીલા નોટરી પણ કામ કરતી હોવાનુ રટણ કરતા પોલીસે તપાસ કરતા ટોળકીએ રાજયભરના ગઠીયાઓના નાણા ઓનલાઈન ટ્રાન્સફર કરવાતા હોવાનુ કૌભાંડ બહાર આવતા પોલીસે મુંબઈનો આશિષ, મોરબી રોડ પર તીરૂપતિ પાર્કમાં રહેતો પ્રવિણ પરસોતમ શંખારવા સાથે મહિલા નોટરી જીજ્ઞાસા બાભવા,મયુર હિતેન્દ્રભાઈ ખુંગલા,રોમેશ અમીરભાઈ મુખીડા, મીત લાલ બહાદુરભાઈ ગુપ્તા,હાર્દીક જગદીશભાઈ લીંબાસીયા,રાજેન્દ્ર નવલભાઈ ખુંગલા સહીતનાઓએ નકલી ડોકયુમેન્ટ બનાવી બેંકમાં ખાતાઓ ખોલાવી રાજસ્થાન, યુપી,બિહાર સહીતના રાજ્યોના સાયબર ગઠીયાઓના ઠગાઈના નાણા ઓનલાઈન ટ્રાન્સફર કરાવતા હોવાનુ અને તેને સાત દિવસમાં રૂ.9.45 કરોડ ઠગાઈના નાણા ટ્રાન્સફર કરાવ્યાનુ બહાર આવતા પોલીસે પ્રવિણ સહીત પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
જયારે બીજા બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ ડોબરીયા સહીતના સ્ટાફે આઈસીઆઈસીઆઈ બેંકમાં તપાસ કરતા રેલનગરમાં શ્યામા સ્કાય લાઈફમાં શ્રી રધુવંશી એન્ટરપ્રાઈઝ નામની પેઢીના કેતન કિશોરભાઈ બોપલીયા ના બેંકના ખાતામાં શંકાસ્પદ રકમ જમા થઈ હોવાનુ બહાર આવતા પોલીસે તપાસ કરતા આફીકા કોલોનીમાં રહેતા કેતનભાઈ અગાઉ ત્રણેક વર્ષ પહેલા સ્ટલીંગ હોસ્પીટલમાં નોકરી કરતો હોવાનુ અને તેને હોસ્પીટલના ચોકીદાર અને નાણાવટી ચોક પાસેના ગીરીરાજનગરમાં રહેતો જીત ભરતભાઈ કુકડીયાના નામનુ કરંટ ખાતુ હોય તેની મદદથી શ્રી રઘુવંશી એન્ટરપ્રાઈઝ નામની પેઢીનુ ખાતુ હોય જે ખાતામાં ઓન લાઈન ગેઈમના નાણા ટ્રાન્સફર કરવાના હોવાનું અને તેને કમીશન આપતો હોવાનું બહાર આવ્યુ હતુ. અને ત્રણ માસમાં ચોકીદારના ખાતામાં રૂ.3.6 કરોડની રકમ જમા કરાવી હોવાનુ બહાર આવતા પોલીસે કેતન બોપલીયા અને જીત કુકડીયાની અટકાયત કરી પુછતાછ કરી હતી. પોલીસની વધુ તપાસમાં યુપી,બિહાર,રાજસ્થાન સહીતના દેશભરના ગઠીયાઓ ઠગાઈના નાણા રાજકોટમાં ઓન લાઈન ટ્રાન્સફર કરાવતા હોય દેશભરના ગઠીયાઓના એકાઉન્ટન્ટ બહાર આવે તેવી શંકાએ તપાસ હાથ ધરી છે.



