ગુરુની પ્રાપ્તિ માટે એક તલસાટ હોવો જોઈએ પણ હવે આપણે કોઈનું કાંઈ સાંભળવું જ હોતું નથી, આપણી અંદર એટલો અહમ ભર્યો છે કે આપણે એમ સમજી છીએ કે આપણે બધું જ જાણી છીએ
અહી નિયમિત સ્ટેટસ મૂકતા લોકો માંહેના મોટા ભાગના આજે જ્યાં ત્યાંથી ગુરુ મહિમા અંગેના લખાણો ખોળી કાઢી અહી મૂકી દેશે. લોકો તેના પર ટિપ્પણી લાઈક વિગેરે પણ કરશે. પણ ગુરુ ક્યાં છે આજે? ગુરુ એટલે શું? ગુરુની વ્યાખ્યા શું? આપણે સહુ તે બાબતે એ જવાબ આપીશું જે આપણે છેક પ્રાથમિક શાળા સમયથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ આજે આપણે ગુરુની જરૂરત જ ક્યાં અનુભવીએ છીએ? અને ગુરુની જરૂરિયાત અનુભવે પણ કોણ?
- Advertisement -
વાસ્તવમાં સદગુરુની જરૂરિયાત ત્યારે જ અનુભવાય અને તેમની પ્રાપ્તિ પણ ત્યારે જ થાય જ્યારે આપણી ભીતર એક ગંભીર consultant ખોજ હોય! જ્યારે તમે કાંઈક અલૈકિકની પ્રાપ્તિ માટે બેતાબ હો, માંહે એક મૂંઝવણ હોય, ક્યાંક પહોચવું હોય પણ માર્ગ મળતો ના હોય અને તેથી અંદર મદદ માટેની ચીસો ઉઠતી હોય! ગુરુ સખાવતો પ્રાપ્ત કરવા માટે નથી હોતા, દુન્યવી સમસ્યાઓ સરળ કરવા માટે નથી હોતા, ભૌતિક એષણાઓની પૂર્તિ માટે નથી હોતા. તે માટે આજના જમાનામાં શિક્ષકો હોય છે, મીત્રો સ્વજનો માર્ગદર્શકો પરિવારજનો વ્યાવસાયિક કોચ અને ભજ્ઞક્ષતીહફિંક્ષિં હોય જ છે. આ લોકો બહુ સારી સેવાઓ આપતા હોય છે. પરંતુ ગુરુ તો છે પરમની ખોજમાં તમે ક્યાંક અટક્યા હો, મૂંઝાયા હો, સાચા માર્ગ અંગે ગડમથલ હોય ત્યારે એકદમ સચોટ માર્ગ પદ્ધતિ પામવા માટે. ગુરુની જરૂર તો ત્યારે પડે છે જ્યારે તમે સંગીત કલા સાહિત્ય જેવા ગૂઢ વિષયની “સાધના” કરી રહ્યા હો. કેવળ જીવનના સામાન્ય સુખો અને રોજબરોજની સમસ્યાઓના ઉકેલ માટે ગુરુ ના હોય. આપણી પાસે જ્યારે આવી કોઈ ખોજ હોય, સાધના હોય ત્યારે ગુરુ સ્વયં પ્રગટ થઈ જાય છે, ગુરુ કરવા કે ગુરુ શોધવા જવાનું હોતું નથી. એક ખોજ હોવી જોઈએ, તમે કંઇક ગૂઢ ની પ્રાપ્તિ માટે અવિરત મથામણ કરી રહ્યા હોવા જોવ, જોકે હવે આજકાલના યુગમાં બહુ ઓછાં લોકો પાસે કાંઈક ખોજ કાંઈક સાધના હોય છે.
ગુરુની પ્રાપ્તિ માટે એક તલસાટ હોવો જોઈએ પણ હવે આપણે કોઈનું કાઈ સાંભળવું જ હોતું નથી. આપણી અંદર એટલો અહમ ભર્યો છે કે આપણે એમ સમજી છીએ કે આપણે બધું જ જાણી છીએ. કોઈને પોતાના અંગત ક્ષેત્રમાં નજદીક આવવા દેવા હવે બહુ ઓછાં લોકો તૈયાર હોય છે, ગુરુ આજ્ઞા તો બહુ મોટી વાત છે, આપણે સામાન્ય સૂચન સલાહ સાંભળવા પણ તૈયાર નથી હોતા ત્યારે ગુરુ પ્રાપ્તિ માટે જરૂરી શરણ ભાવ તો ક્યાંથી પ્રગટે? આપણે જરૂર પડે નાની મોટી સલાહ લઈ લોકોને વિદાય કરી દેવા હોય છે. એટલે ગુરુ આપણને મળતા નથી. મૂળ વાત એ છે કે આપણા માં શિષ્ય ભાવ જ હવે રહ્યો નથી. આવા ખાસ પ્રસંગે કોઈના પગે પડી જઈએ એ બધો શિષ્ટાચાર છે, દંભ છે આંધળું અનુકરણ છે.
જેમ કે નોર્મલ જીવન માટે ભણવું જ જોઈએ, લગ્ન કરવા જ જોઈએ તેમ ગુરુ કરવા, કોઈને ગુરુ માનવા જ એ જરૂરી નથી. તમારી પાસે તલાશ હોવી જોઈએ, ખોજ હોવી જોઈએ, ગંભીર સાધના હોવી જોઈએ, આ બધું હશે તે દી ગુરુ પણ મલી જશે. અને ગુરુ પાસે તમામ તાળાની ચાવીઓ હોય છે. કારણ કે ગુરુ જે છે તે પ્રકૃતિએ આપણી પાસે મોકલેલા દૂત હોય છે. આ વાતની સ્વયં જે તે ગુરુને પણ જાણ નથી હોતી, પણ પ્રકૃતિ આ જીવનને, જીવનના ગંભીર રહસ્યો અને કલ્યાણ માર્ગને જાણવા બેતાબ લોકોની ગુરુ મારફતે સહાય રહે છે.