હૉસ્પિટલ તંત્રની બેદરકારીનો આક્ષેપ, ગંદકી અને તૂટેલા બાંકડાથી દર્દીના પરિજનોને હાલાકી
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ કે જ્યાં રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યાં આવેલી બગીચાની હાલત હાલ ખંઢેર બની ગઇ છે. દર્દીઓ અને તેમના સગાઓ માટે બેસવા અને આરામ કરવા માટે આ બગીચોમાં બાકડા મૂકવામાં આવ્યા છે તે તૂટેલી હાલતમાં છે તેમજ ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત નાના છોડ અને ડાળીઓ વિર વિખેર જોવા મળી રહી છે. ત્યારે આ ખંઢેર જેવી સ્થિતિમાં બેસવા અને આરામ કરવા માટે દર્દીના પરિજનોને મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, અહિયાં આવતા દર્દીઓ માટે આરામદાયક વાતાવરણ મહત્વનું છે, પણ તંત્રની બેદરકારીને લીધે બગીચો જ વેરાન બની ગયો છે. આવી સ્થિતિમાં સારવાર લેવા આવતા દર્દીના પરિજનો પણ બિમાર પડે તેવું વાતાવરણ થઇ ગયુ છે. આમ હોસ્પિટલ તંત્ર દ્વારા બગીચામાં યોગ્ય સફાઇ અને બાકડાના તાત્કાલીક રીપેર કરવામાં આવે તેવી માગ ઉઠી છે.