સુવિધા અંગે સ્થાનિકોની રજૂઆત તંત્રના બહેરા કાને સાંભળતી નથી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ કેટલાક વિસ્તારોમાં રહીશોને પ્રાથમિક સુવિધા મળી રહી નથી જેના લીધે છાસવારે સુરેન્દ્રનગર શહેરના રહીશો ઘરમાંથી બહાર નીકળી રોડ પર વિરોધ પ્રદર્શન કરતા નજરે પડે છે ત્યારે આ પ્રકારે સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ નજીક આવેલી સારસ્વત સોસાયટીના રહીશો જ્યારથી સોસાયટી નિર્માણ થઈ ત્યારથી જ પ્રાથમિક સુવિધા માટે સતત માંગ કરી રહ્યા છે. આ સોસાયટીના રહીશોને પ્રાથમિક સુવિધા માટે રોડ રસ્તા અંગે અનેક રજૂઆતો કરી છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ધ્યાન નહીં આપતા હોવાનો આક્ષેપ કરાયો છે સોસાયટીના સ્થાનિકોએ જણાવ્યું હતું કે જ્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા દરજ્જામાં હતી ત્યારથી રજૂઆત કરતા આવ્યા છે જે બાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થતા સ્થાનિકોને પ્રાથમિક સુવિધા મળવાની આશા બંધાઈ હતી પરંતુ હજુય પ્રાથમિક સુવિધા પહેલાની માફક નહીંને બરાબર હોવાથી હવે સ્થાનિકો રજૂઆત કરીને ગળે આવી ગયા છે. ત્યારે હવે રોડ રસ્તા જેવી સુવિધા આપવામાં નકામું સાબિત થતા તંત્ર સામે ન છૂટકે આંદોલન કરવા રહીશો મજબૂર બન્યા છે.