ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
વિસાવદરના સ્થાનિક આગેવાનોએ પ્રાંત અધિકારીને એક રજૂઆત કરી હતી જેમાં સ્મશાન રોડ ઉતર દિશાનિર્દેશ રોડ રસ્તા ખુલ્લો કરવા અને ગટર બનાવવા તથા રોડ બનાવવા બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સ્મશાન થી ખજુરીયા રસ્તો તથા સતાધાર રોડ જતા રસ્તામાં રસ્તમાં પેશકદમી કરેલ હોય અને રસ્તો ચાલવા લાયક પણ નથી તેમજ આ રસ્તો તાત્કાલીક ધોરણે ખુલ્લો કરવા અને રસ્તોમાં ઉકરડા તથા ગેરકાદેસ રીતે બાંધકામ કરેલ હોય અને આ તમામ પેશકદમી ખુલ્લી કરવા અને રસ્તામાં ભુર્ગભ ગટર માંથી પાણી નીકળતુ હોય તે અટકાવા અને તે ગટર નવી બનાવા અને તેમાં પાણીની પાઈપલાઈનો માથી પાણી લઈકેજ થયેલ હોય તે રીપેરીંગ તાત્કાલીક ધોરણે રીપેરીંગ કરવા અને રોડ રસ્તામાં પાણી ઢોળાતા હોય તે અટકાવવા અને તે પાણીનો યોગ્ય જગ્યાએ પાણીનો નીકાલ કરવા અને તે રસ્તો નવો બનાવવા અને આ રસ્તાનો ઉપયોગ આશરે 500 ખેડુતોનો રસ્તો હોય અને ખેડુતોને આવવા જવા તથા ખેતીના સાધનો લવવા લઈ જવા માટે અગવડતા ઉભી થતી હોય ત આ તમામ મુદા તાત્કાલીક ધોરણે નિર્ણય લેવા રૂબરૂ લેખીત રજુઆત કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય એ બાબત છે કે આજે લોકોની આ સમસ્યા યોગ્ય લાગતા સતાધારી પક્ષના નેતાઓપણ આ મુદે આવેદન પત્રમાં સામેલ હતા.આ પરથી કહી શકાય કે સત્તાધીશોને કામ કરાવવા આવેદનપત્ર આપવા પડે છે.એ વિસાવદરની જનતાને લાગે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું હવે કાંઇ ચાલતું નથી કે તેઓ સતામા છે હુકમ કરવો જોઈએ નહીં કે આવેદનપત્ર આપવા જોઈએ.