ગયા વર્ષે એપ્રિલમાં 196 દવાઓ હલકી ગુણવત્તાની જાહેર કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દેશમાં નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓનો સામે લડવા એક વ્યાપક રાષ્ટ્રીય કાર્ય યોજના તૈયાર કરી રહ્યું છે. આ પગલું વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના મૂલ્યાંકનને કારણે લેવામાં આવ્યું છે જેમાં ભારતના દવા નિયમનકારી માળખામાં વ્યાપક સુધારા અને મજબૂતીકરણની માંગ કરવામાં આવી છે. આ બાબત સાથે સંકળાયેલા અધિકારીઓએ આ માહિતી આપી.તેમના મતે, આ યોજના હેઠળ, દવાઓની ગુણવત્તા પર દેખરેખ રાખવાની સાથે સાથે દવાની જાહેરાતો પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને આરોગ્ય વ્યાવસાયિકોને લક્ષ્ય બનાવતી જાહેરાતો પર.ઠઇંઘ એ સૂચવ્યું હતું કે, જાહેરાત સામગ્રી ગેરમાર્ગે દોરનારી ન હોવી જોઈએ.
- Advertisement -
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ((DCGI)) ની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી બેઠકમાં, ઠઇંઘ ભલામણોના અમલીકરણ પર ચર્ચા કરવામાં આવી હતી અને સંમતિ બની કે દરેક મુદ્દા પર કાર્યવાહી કરવામાં આવશે. ભારતનું ફાર્માસ્યુટિકલ બજાર 2025 સુધીમાં 100 બિલિયન સુધી પહોંચવાના માર્ગ પર છે. ભારત વિશ્વનો સૌથી મોટો જેનેરિક દવા સપ્લાયર છે અને સસ્તી રસીઓ માટે જાણીતો છે. આ પગલાં દર્દીઓની સલામતી તેમજ પ્રામાણિક કંપનીઓની પ્રતિષ્ઠાનું રક્ષણ કરશે, એમ એન્ટોડ ફાર્માસ્યુટિકલ્સના સીઈઓ નિખિલ કે. મસુરકરે જણાવ્યું હતું. ડ્રગ રેગ્યુલેટરના એક્શન પ્લાનમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે તમામ દવા નિયમનકારી સંસ્થાઓની વેબસાઇટ પર એક ખાસ પેજ બનાવવાનો પ્રસ્તાવ પણ શામેલ છે, જ્યાં લોકો હલકી ગુણવત્તાવાળી અથવા નકલી દવાઓ વિશે ફરિયાદ કરી શકે છે.નકલી દવાઓ વિશે ફરિયાદ કેવી રીતે કરવી તે અંગે પેજ પર લોકોને સચોટ માહિતી આપવામાં આવશે. આની તપાસ એક નિર્ધારિત પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. ટૂંક સમયમાં ઉઈૠઈં બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એકસમાન કાર્યવાહી માટે સૂચનાઓ જારી કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે આ પગલાથી પારદર્શિતા અને જનભાગીદારી વધશે. લોકો શંકાસ્પદ દવાઓ વિશે ફરિયાદ કરી શકશે અને આની તપાસ કરવામાં આવશે.
અનેક પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે
આ કાર્ય યોજના દવાની જાહેરાતો પર દેખરેખ અને નિયંત્રણ વધારશે. ખાસ કરીને એવી જાહેરાતો જે ડોકટરો અને ફાર્માસિસ્ટને લક્ષ્ય બનાવે છે. ભારતીય નિયમો અનુસાર, શેડ્યૂલ ઇં, ઇં1 અને ડ માં સમાવિષ્ટ દવાઓની જાહેરાત કોઈપણ માધ્યમ દ્વારા કરી શકાતી નથી, કારણ કે તે ફક્ત ડોક્ટરની સલાહ પર જ ઉપલબ્ધ છે. હજુ પણ બજારમાં આવી જાહેરાતો જોવા મળે છે જે ગેરમાર્ગે દોરનારી છે અને દર્દીઓને આવી દવાઓ જાતે લેવા માટે પ્રોત્સાહિત કરે છે. હવે આના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
જોખમ આધારિત દેખરેખ પર ધ્યાન કેન્દ્રિત કરો
અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર હવે ફાર્મા કંપનીઓના જોખમ-આધારિત મૂલ્યાંકન તરફ કામ કરી રહી છે. આ સુનિશ્ચિત કરશે કે દરેક ઉત્પાદન પ્રક્રિયા નિર્ધારિત ધોરણો અનુસાર હાથ ધરવામાં આવે. જે કંપનીઓમાં ગેરરીતિઓ જોવા મળે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.