નડિયાદની મહિલા કૌન બનેગા કરોડપતિ પ્રોગ્રામમાં ઝળકી છે. આ પ્રોગ્રામની હોટશીટ પર નડિયાદની મહિલા અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપતી જોવા મળશે. ભારે મહેનત બાદ આ મહિલાએ હોટશીટ પર પહોંચતાં નડિયાદમાં ખુશીનો માહૌલ છવાયો છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં રહેતા 59 વર્ષિય નમ્રતાબેન અજયભાઈ શાહ કથ્થક નૃત્યના ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષથી સંકળાયેલા છે. તપસા એકેડમી ઓફ ડાન્સ દ્વારા આણંદ, વિદ્યાનગર, નડિયાદમાં તેઓ તાલીમ આપી રહ્યા છે. તેમનો અભ્યાસ બી. એસ. સી. ફીઝીક્સ સુધીનો છે.
નમ્રતાબેનને સંતાનમાં એક દીકરો છે જે તબીબ ક્ષેત્રમાં જોડાયેલા છે. તાજેતરમાં નમ્રતાબેને કૌન બનેગા કરોડપતિ સિઝન 13માં ભાગ લીધો છે. ઓડિશન આપતાં તેમનું સિલેક્શન થયું હતું. જે બાદ તેઓ હોટ શીટ સુધી પહોંચી ચૂક્યા છે. હોટશીટ સુધી પહોંચવા માટે નમ્રતાબેને KBCના 4 જેટલા રાઉન્ડ પાર કર્યા છે.
- Advertisement -
આ પહેલા વર્ષ 2000ની સાલમાં નમ્રતાબેનના નાના ભાઈ કૃશાંગ શાહ જ્યારે બેંગ્લોરમાં હતા ત્યારે કૃશાંગની KBCમાં પસંદગી થઈ હતી. આ સમયે નમ્રતાબેન કમ્પેનીયન તરીકે તેમની સાથે ગયા હતા. આ દરમિયાન કૃશાંગે 3 લાખ 20 હજારની રકમ જીતી હતી.આ એપિસોડ આગામી 20, 21 અને 22 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9થી 10:30 સુધી સોની ચેનલ પર આવવાનો છે.
અમિતાભ બચ્ચનનો શો હવે ટીવીની સાથે ઓનલાઈન પણ જોઈ શકાશે. જેમની પાસે ટીવી નથી, તેઓ ડિજિટલ પ્લેટફોર્મ પર શો જોઈ શકે છે. આ શો JioTV પર Sony Live એપ દ્વારા જોઈ શકાય છે.કૌન બનેગા કરોડપતિની 13 મી સિઝન સાથે, પ્રેક્ષકો પણ પાછા આવી ગયા છે. જેના કારણે શોનું સ્તર વધુ આગળ આવશે.
કૌન બનેગા કરોડપતિ સિઝન 13 ને તેની પ્રથમ કરોડપતિ મળી છે. આગ્રાના સ્પર્ધક હિમાની બુંડેલાએ તમામ પ્રશ્નોના સાચા જવાબો આપીને 1 કરોડ પોતાના નામે કરી લીધા છે.
- Advertisement -
નીરજ ચોપરા અને પીઆર શ્રીજેશ કૌન બનેગા કરોડપતિનો શુક્રવારના રોજ આવનાર એપિસોડમાં દેખાશે. આ દરમિયાન શ્રીજેશ પોતાના સંઘર્ષની સ્ટોરી કહેશે, જેને સાંભળીને બિગ બી પણ ભાવુક થઈ જશે.
કૌન બનેગા કરોડપતિના આગામી શાનદાર શુક્રવાર એપિસોડમાં નીરજ ચોપરા અને પીઆર શ્રીજેશ આવશે. બંને દિગ્ગજો અહીં રમત રમશે અને રમત રમીને તેઓ જે પણ પૈસા કમાશે, બંને તેનો ઉમદા હેતુ માટે ઉપયોગ કરશે.
આ પહેલા પણ સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સહેવાગ, દીપિકા પાદુકોણ સહિતના સ્ટાર કૌન બનેગા કરોડપતિના મહેમાન બની ચૂક્યા છે.



