પોતાની સંપત્તિના મોટા હિસ્સાને 20 વર્ષથી દાન કરતા
બર્કશાયર હેથવેના 600 કરોડ ડોલરના શેર દાન કર્યા હતા: શુક્રવારે તેઓ વિશ્વના પાંચમા સૌથી અમીર હતા, આ દાન બાદ છઠ્ઠા નંબરે પહોંચ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
છેલ્લાં 20 વર્ષથી અમેરિકન ઇન્વેસ્ટર અને દાતા વોરન બફેટ દર વર્ષે તેમની કમાણીમાંથી મોટો હિસ્સો દાનમાં આપતા આવ્યા છે. આ વખતે તેમણે બર્કશાયર હૈથવે કંપનીના લગભગ 600 કરોડ ડોલરના શેર દાન કરી દીધા છે. જેની કિંમત લગભગ 51,291 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ અત્યાર સુધીનાં વર્ષોમાં તેમણે કરેલા દાનમાં સર્વાધિક છે. ફોબ્ર્સ મેગેઝિન અનુસાર શુક્રવારે આટલી મોટી રકમ દાન કર્યો પહેલાં તેઓ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં પાંચમા ક્રમે હતા અને દાન પછી તેઓ છઠ્ઠા નંબરે પહોંચી ગયા છે. આ વર્ષે તેમણે 600 કરોડ ડોલરનું દાન કર્યું છે, જ્યારે 2024માં તેમણે 530 અબજ ડોલર અને 2023માં તેમણે 114 અબજ ડોલરનું દાન કર્યું હતું. તેઓ 2006ની સાલથી કમાણીમાંથી ચોક્કસ હિસ્સો ચેરિટીમાં આપતા આવ્યા છે. આ વર્ષે વોરન બફેટે ગેટ્સ ફાઉન્ડેશનને 9.43 મિલ્યન શેર અને સુઝેન થોમ્પ્સન બફેટ ફાઉન્ડેશનને 9.42 લાખ શેર આપ્યા છે અને એ ઉપરાંત તેમનાં સંતાનો હાવર્ડ, સૂઝી અને પીટર દ્વારા સંચાલિત ત્રણ ચેરિટી સંસ્થાઓમાં 6.6 લાખ શેર દાન કર્યા છે.