ઉત્સવ… બાળકોના સર્વાંગી વિકાસનો
ધારાસભ્યના હસ્તે પ્રવેશપાત્ર સૌ ભૂલકાંઓને શૈક્ષણિક કિટનું વિતરણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
શિક્ષણના માધ્યમથી બાળકોના જીવન ઘડતર માટેની પહેલ એટલે ‘શાળા પ્રવેશોત્સવ’. શ્રી વેલણ સોડમપરા પ્રાથમિક શાળામાં કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાએ ઉમળકાભેર બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ધારાસભ્યની ઉપસ્થિતિમાં નવા પ્રવેશપાત્ર બાળકોને ઉમળકાભેર આવકારી બાલવાટિકા તેમજ આંગણવાડીમાં પ્રવેશ આપવામા આવ્યો હતો. શાળાના આચાર્ય બાલુભાઈ વાજા દ્વારા ઉપસ્થિત વાલીઓ તેમજ એસ.એમ.સી. કમિટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.



