આજે ભગવાન જગન્નાથજી મોસાળમાં જવા માટે પ્રસ્થાન કરશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
અષાઢી બીજ દરેક હિન્દુ માટે પ્રવ તરીકે ગણવામાં આવે છે અષાઢી બીજ નિમિતે ખેડૂતો ચીનાની વાવણી માટેનું તૈયારી કરે છે તો બીજી તરફ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી અષાઢી બીજ નિમિતે નગર ચર્યા પર નીકળે છે વર્ષ દરમિયાન ભક્તો ભગવાનના દર્શન માટે મંદિરે જતા હોય છે ત્યારે વર્ષનો આ એક દિવસ એટલે કે અષાઢી બીજ ભગવાન પોતે સામે ચાલીને ભક્તોને દર્શનનો લાભ આપે છે ત્યારે અમદાવાદ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા હવે રાજ્યના કેટલાક શહેરોના પણ શરૂ થઈ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની ભવ્ય રથયાત્રા ધ્રાંગધ્રા ખાતે યોજવામાં આવે છે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ અને રથયાત્રા સમિતિ દ્વારા સતત 11 વર્ષથી યોજવામાં આવતી રથયાત્રા આ વર્ષે 12મી વખત યોજાવા જઈ રહી છે ત્યારે આજે સંસ્કારધામ ગુરુકુળ ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોસાળુ ખાતે જવા માટે પ્રસ્થાન થશે.
- Advertisement -
શહેરના જડેશ્વર સોસાયટી ખાતે રાખવામાં આવેલ ભગવાનનું મોસાળામાં એક દિવસ રોકાયા બાદ ગઈ કાલે એટલે કે 27 જૂનના રોજ જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા પર નીકળશે આવતી કાલે ભવ્ય રથયાત્રા નીકળશે જેમાં શહેરના મુખ્યમાર્ગો પર રથયાત્રા પ્રસ્થાન કર્યા બાદ હળવદ રોડ પર ધર્મસભા યોજી રથયાત્રાની પૂર્ણાહુતિ થશે. ત્યારે આ રથયાત્રામાં શહેરી જાણો અને ભક્તો મોટી સંખ્યામાં જોડાવવા માટે રથયાત્રા સમિતિ દ્વારા આહવાન કરાયું છે.



