પી.ડી.માલવિયા કોલેજ ખાતે ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
25 જૂન 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી લગાવી હતી, આજે 50 વર્ષ પૂર્ણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની પી.ડી.માલવિયા કોમર્સ કોલેજ ખાતે ’સંવિધાન હત્યા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.વર્ષ 1975માં 25 જુને દેશમાં લદાયેલી કટોકટીના 50 વર્ષ 25 જૂન, 2025ના રોજ પૂર્ણ થવાના સંદર્ભે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવાના હેતુસર ’સંવિધાન હત્યા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો
આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ શાબ્દિક પ્રવચનમાં કટોકટીના કાળને યાદ કરતાં કહ્યું હતુ કે, ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં આંતરિક અશાંતિનાં બહાને કટોકટી લગાવીને લોકશાહીની હત્યા કરી હતી. આ કટોકટીનો વિરોધ કરનાર દેશનાં ટોચના નેતાઓને જેલમાં પુરવામાં આવ્યા હતા. લોકશાહીને કચડી નાખતી આ કટોકટી 21 મહિના સુધી અમલમાં રહી હતી, જેના પરિણામે ઘણા રાજનેતાઓ, વર્તમાનપત્રના તંત્રીઓ, વગેરેને જેલવાસ ભોગવવો પડયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે કહ્યું હતુ કે, વર્ષ 1975માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લગાવી લોકશાહીની હત્યા કરી હતી અને કટોકટીનો વિરોધ કરનાર જનપ્રતિનિધિઓને જેલમાં નાખવામાં આવ્યા હતા.
મીડિયા પર સેન્સરશિપ લગાવી દેવામા આવી હતી તથા સત્તા સામે અવાજ ઉઠાવનારને જેલમા પુર્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ તેમજ મહાનુભાવોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લાઇવ માધ્યમથી સાંભળ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, કમિશ્નર તુષાર સુમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષભાઈ દિહોરા, અગ્રણીઓ ડો. માધવભાઈ દવે, મનીષભાઈ રાડીયા, લીલુબેન જાદવ, અશ્વિનભાઈ મોલીયા, ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરભા, હિરેનભાઈ ખીમાણી તેમજ મયુરભાઈ ખીમાણી તથા કોલેજના પ્રિન્સિપાલ કમલેશભાઈ જાની તેમજ કોલેજના સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



