એર ઇન્ડિયાએ 15 જુલાઈ સુધી તેની નેરોબોડી ફ્લાઇટ્સમાં લગભગ 5 ટકાનો ઘટાડો કર્યો છે, ત્રણ રૂટ સ્થગિત કર્યા છે અને ઓપરેશનલ સ્થિરતા વધારવા માટે 19 અન્ય રૂટ પર ફ્રીક્વન્સી ઘટાડી છે.
ઘટાડાનો હેતુ કામગીરીને મજબૂત બનાવવા અને મુસાફરોની અસુવિધા ટાળવાનો છે
- Advertisement -
લગભગ 600 દૈનિક નેરોબોડી ફ્લાઇટ્સ રાબેતા મુજબ ચાલુ રહેશે.
અસરગ્રસ્ત મુસાફરોને રિશેડ્યુલિંગ અથવા સંપૂર્ણ રિફંડની ઓફર કરવામાં આવી
આ ફેરફાર છતા એર ઈન્ડિયા પોતાના નેરોબોડી વિમાનોથી દરરોજ લગભગ 600 ઉડાનોનું સંચાલન શરૂ રાખશે, જે 120 ડોમેસ્ટિક અને ઓછા અંતરના ઈન્ટરનેશનલ રૂટને કવર કરશે. આ પગલું એરલાઈનની પ્રતિબદ્ધતાને દર્શાવે છે કે તેઓ સંચાલન સુરક્ષાને પ્રાથમિકતા આપતા મુસાફરોની સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખે.
- Advertisement -
- બેંગલુરુ-સિંગાપોર (AI2392/2393) – 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- પુણે-સિંગાપોર (AI2111/2110) – 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-બાગડોગરા (AI551/552) – 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ
15 જુલાઈ 2025 સુધી ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડાવાળા રૂટ
- બેંગલુરુ-ચંદીગઢ: 14 થી ઘટાડીને 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-બેંગલુરુ: 116 થી ઘટાડીને 113 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-મુંબઈ: 176 થી ઘટાડીને 165 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-કોલકાતા: 70 થી ઘટાડીને 63 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-કોયમ્બતુર: 13 થી ઘટાડીને 12 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-ગોવા (ડાબોલિમ): 14 થી ઘટાડીને 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ ફ્લાઇટ્સ
- દિલ્હી-ગોવા (મોપા): 14 થી ઘટાડીને 16 કરવામાં આવી 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-હૈદરાબાદ: 84 થી 76 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-ઇન્દોર: 21 થી 14 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-લખનૌ: 28 થી 21 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-પુણે: 59 થી 54 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-અમદાવાદ: 41 થી 37 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-બેંગલુરુ: 91 થી 84 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-કોલકાતા: 42 થી 30 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-કોઇમ્બતુર: 21 થી 16 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-કોચી: 40 થી 34 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-ગોવા (ડાબોલિમ): 34 થી 29 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-હૈદરાબાદ: 63 થી 59 સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-વારાણસી: 12 થી 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ
એર ઈન્ડિયાએ મુસાફરોની માફી માગી
એર ઈન્ડિયાએ આ નિર્ણય માટે મુસાફરોની માફી માગી છે. તેમણે કહ્યું કે, જે મુસાફરોની ઉડાનોને અસર પહોંચી છે, તેમનો સંપર્ક કરાઈ રહ્યો છે. તેમને વૈકલ્પિક ઉડાનો પર ફરીથી બુકિંગ, મફત રીશેડ્યૂલિંગ અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. મુસાફરોની સુવિધા માટે નવા શેડ્યુલ વેબસાઈટ, મોબાઈલ એપ અને સંપર્ક કેન્દ્ર પર ઉપલબ્ધ કરાઈ રહ્યા છે.