સુરેશચંદ્ર ધોકાઇ
બીજા વિશ્ર્વ યુદ્ધમાં નાના દેશોને કારણે મહાસત્તાઓ જોડાયા, હવે મહાસત્તાઆનેે કારણે નાના દેશો જોડાશે?
- Advertisement -
મિડલ ઇસ્ટમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે બાર હજાર કી.મી.દૂર આવેલ અમેરિકાએ પોતાના પીઠું તેવા ઈઝરાઈલને મેદાનમાં ઉતારી મિડલ ઇસ્ટમાં તંગદિલી ઊભી કરી ઈરાનમાં વર્ષ 1979થી તેમના સતાધીશ ઈરાન શાહ મતલબ રાજાને લોકઆંદોલન દ્વારા હટાવી સત્તાધીશ થયેલ શિયા પંથી ધાર્મિક નેતાની સત્તાને યેનકેન પ્રકારે હટાવવાની છેલ્લા 45 વર્ષથી પ્રયાસ કરતા પોતાને જગત જમાદાર સમજતા અમેરિકા દ્વારા અને ચૂંટણી વચનોમાં વિશ્વ શાંતી લાવવા રશિયા યુક્રેન અને ઈઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધમાં મધ્યસ્થી કરવાની જાહેરાત કરનાર આજ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પીઠું ઈઝરાઈલના રાષ્ટ્રપતિ નૈતિન્યાહૂ અનલક્કી આંકડો ગત તારીખ 13ના રોજ ઈરાન પર ઓચિંતા હવાઈ હુમલા કરી મિડલ ઇસ્ટમાં અશાંતિ ઉભી કરી વિશ્વની અન્ય મહાસત્તાઓને પણ પડકાર ફેંક્યો છે. ત્યારે ઈઝરાઈલ દ્વારા ઈરાન પણ સામો પડકાર કરશે પણ તે તેમની ધારણા કરતા વધુ મોટો અને આજ છેલ્લા એક સપ્તાહથી બંને પક્ષે સતત એક બીજા પર હુમલા કરી રહ્યા છે. ત્યારે ઈઝરાઈલના આકા તેવા અમેરિકાની એન્ટ્રી ત્રણ દિવસ પહેલા ફક્ત વેઇટ એન્ડ વોચ માટે થતા જ વિશ્વની અન્ય મહાસત્તાઓ ચાઇના અને રશિયા દ્વારા પોત પોતાની મિડલ ઇસ્ટની સ્થિતિ અંગેની નીતિઓની જાહેરાત કરતા હાલ જે પરિસ્થિતિ બહાર દેખાય છે તેના કરતા અંદર વધુ ગંભીર બની રહી હોય તેમ બે દિવસ પહેલા ચાઇનાથી જંગી પાંચ માલ વાહક જહાજો શસ્ત્રો ભરેલા ઈરાનના બંદરે પહોંચ્યા છે જ્યારે બીજી બાજુ અમેરિકા જર્મનીથી 14 માલ વાહક જહાજો શસ્ત્રો ભરેલા ઈઝરાઈલ પહોંચવા સાથે જ પરિસ્થિતિ વણસી રહ્યાનું જણાય છે.
તો બીજી બાજુ ચાઇનાના ઓઈલ એક્સપ્લોરેશન અને સર્વે જહાજ “યુઆન વેંગ 5” કે જે ફક્ત કહેવાતા દેખાવ પૂરતા તેલ શંસોધનનું કાર્ય કરતા હોવાનું વિશ્વ ને જણાવી તેમાં તેના નામે ફિટ કરવામાં આવેલ અત્યાધુનિક કોમ્યુનિકેશન અને એર અને સી મતલબ હવા માં ઉડતા કે સમુદ્ર માં ચાલતા કોઈપણ જહાજ ને ટ્રેકિંગ કરવા અને પોતાના અવકાશી સેટેલાઇટની મદદથી ગમે તે સમયે ગમે તેવી અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક સિસ્ટમને હેક કરવાથી માંડી સાયબર એટેક કરવાની ક્ષમતા ધરાવતા જહાજો પૈકીના પાંચ જાહજો પર્શિયન ગલ્ફ અને હિન્દ મહાસાગરમાં અને બે બંગાળના અખાતમાં મ્યાનમાર પાસે સત્તત હરતા ફરતા રહે છે તેવા અન્ય બે જહાજ નંબર 811 અને 815 મિડલ ઇસ્ટમાં રવાના કરવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે આ મિડલ ઇસ્ટમાં ઉભી થયેલ ગંભીર પરિસ્થિતિમાં ચાઇનાની એન્ટ્રી થઇ ગઈ છે. જ્યારે રશિયા દ્વારા ઈઝરાઈલને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે ઈરાન ના એટોમિક રિસર્ચ પ્રોજેક્ટમાં અમારા 200 વૈજ્ઞાનિકો સામેલ છે માટે ત્યાં કોઈ હુમલો થશે તેને રશિયા પરનો હુમલો ગણવામાં આવશે. આમ હવે મિડલ ઇસ્ટના યુદ્ધ મેદાન(બેટલ)માં અમેરિકા ચાઇના અને રશિયા જેવી મહાસતાઓની એન્ટ્રી થતા હાલ ત્યાંની જે પરિસ્થિતિ દેખાય છે તેના કરતા વધુ અશાંત છે અને ગમે ત્યારે ભડકો થવાની શક્યતા વધી રહેલ છે. જ્યારે બીજી બાજુ વર્ષ 1941માં થયેલ બીજા વિશ્વ યુદ્ધનું કારણ વિશ્વના નાના નાના ગરીબ અવિકસિત દેશોના યુદ્ધમાં મહાસત્તાઓ કૂદી પડેલ. જ્યારે હાલ ઊભી થયેલ પરિસ્થિતિ મહાસત્તાઓના કારણે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો વિશ્વના અનેક નાના ગરીબ દેશો કે જે મહાસત્તાઓના આર્થિક સૈન્ય મદદથી પોતાનો નિભાવ કરી દેશ ચલાવી રહ્યા છે તેમણે ફરજિયાત પણે કોઈ ને કોઈ મહાસતાના સમર્થન માં કૂદવું પડશે અને સમગ્ર વિશ્વના જોડાવાથી ઇતિહાસમાં તેની નોંધ ત્રીજા વિશ્વ યુદ્ધ તરીકે નોંધાશે તે પણ સત્ય હકીકતો છે. અહીં પણ ગંભીર પરિસ્થિતિ તે નિર્માણ થયેલ છે કે આ મહાસત્તાઓના વિવાદમાં મધ્યસ્થી કોણ થાય કારણ કે ગોઠવાયેલ શતરંજમાં જો અમેરિકા કોઇપણ મહાસત્તા સમક્ષ શાંતિ લાવવાનો પ્રસ્તાવ મૂકે તો ઈઝરાઈલની હાર અને કોઈ મહાસતા અમેરિકા સમક્ષ શાંતિ પ્રસ્તાવ મૂકે તો ઈરાનની હાર દર્શાતા મૂકવામાં આવ્યાનું અન્ય દેશો સમજે અને ભવિષ્યની રણનીતિ પણ બનાવે જે કારણે હવે સિઝફાયરનો પ્રસ્તાવ કોણ મૂકે તેવા પ્રશ્ર્નાર્થ પર પરિસ્થિતિ આવીને ઊભી રહેલ છે. ત્યારે હવે આવનારા દિવસોમાં મિડલ ઇસ્ટ વર્ડ વોર-3નું બેટલ બનશે કે નહીં તેનું ભવિષ્ય મિડલ ઇસ્ટસના દેશો નહીં પણ વિશ્ર્વની મહાસત્તાઓ નક્કી કરશે તે સત્ય હકીકત છે.