‘દેશ હમે દેતા હૈ સબ કુછ, હમ ભી કુછ દેના શીખે’ હેડગેવારે આ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નાગપુરમાં એક મહાન દેશભકત ડો. કેશવરાવ બલીરામ હેડગેવારનો ચૈત્ર શુદ્ધ પડવોના દિવસે 1, એપ્રિલ 1889ના રોજ જન્મ થયો હતો. ફકત બાર વર્ષની ઉંમરે માતા રેવતીબાઈ અને પિતા બલીરામજીનું હૃદયદ્રાવક અવસાન થયું. કાકા આબાજી હેડગેવારની છત્રછાયામાં બાળપણ વિતાવ્યુ. છત્રપતિ શિવાજી મહારાજની વાર્તાઓમાંથી સ્ફૂર્તિ પ્રાપ્ત કરી. તેમણે વિશ્વના સૌથી મોટા દેશભકત સંગઠન એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. દેશ હમે દેતા હે સબ કુછ, હમ ભી કુછ દેના શીખે આ સૂત્રને સાચા અર્થમાં પોતાના જીવનમાં ઉતારી પોતાના જીવનથી સમાજ જીવનને પ્રેરણા આપી છે એવા ડો. કેશવરાવ બલિરામ હેડગેવારના જીવન અને કમલ અને કાર્યો વિશે થોડુ જાણીએ.
- Advertisement -
નાનપણથી જ દેશભકિતની દાજ : સીતાબરડી કિલ્લા ઉપરથી યુનીયન જેક ઉતારી ભગવો ધ્વજ ફરકાવવાની યોજના. નાનપણથી સ્કુલમાં વંદે માતરમ્ આંદોલનની શરૂઆત કરી. બંને નિવાસીય હાઇસ્કુલમાંથી બરતરફી થઇ. ત્યારબાદ પૂનામાં શિક્ષણ પુરું કર્યા બાદ 1910માં કલકત્તામાં દાકતરીનો અભ્યાસ શરૂ કર્યો. આમ બંગાળ એટલે આખા ભારતનું ક્રાંતીકારી ઘર. આમ ચાલુ અભ્યાસે બંગાળી જીવન સાથે સમરસતા કેળવી લીધી. મહાન ક્રાંતીકારીઓ શ્યામસુંદર ચક્રવર્તી, મોતીલાલ ઘોષ, ’અમૃત બઝાર પત્રીકા’ ના સંપાદક અને તે સમયના ક્રાંતીકારી નેતાઓ સાથે ગાઢ પરિચય અને આ ક્રાંતીકારીઓ વડે દેશભકિતના કામમાં જોડાયા. 1914માં એલ.એમ.એસ.ની પરીક્ષા પાસ કરી. બાદ એક વર્ષ સુધી કલકત્તામાં જ નિવાસ કરીને રહ્યા. 1916માં નાગપુર પાછા ફરવું. નોકરી કે નિર્વાહની ચિંતા. 10 વર્ષનો મંથનકાળ, કોંગ્રેસ, હિંદુ મહાસભા તેમજ ક્રાંતીકારી દળો સાથે સામાજીક આંદોલનમાં પુરા જોશથી કાર્ય કર્યું.
મના મનમાં સતત એક પ્રશ્ન ઊઠતો હતો કે દેશ ગુલામ કેમ બન્યો? નાગપુરમાં અસહયોગ સપ્તાહ ઉજવવા માટે નિમાયેલી સમિતિના મંત્રીઓમાં ડોકટર પણ હતા. 19ર0ના કોંગ્રેસના નાગપુર અધિવેશન વેળાએ ડોકટર કોંગ્રેસ સ્વયંસેવક દળના પ્રમુખ હતા. બહુ ઓછા લોકોને એ વાતની ખબર હશે કે આ અધિવેશનમાં ” સ્થાપના અને દુનિયાના તમામ દેશોની પૂંજીવાદી શિકતઅદથી મુક્તિ’ની માંગણીના ઠરાવના જનક ” નેશનલ યુનિયન” ડોકટર હેડગેવાર જ હતા. બાદ 19ર1માં અસહકાર આંદોલનમાં પહેલા કારાવાસ કર્યા બાદ તમામ દેશભકિતના આંદોલનમાં અને હિંદુ સમાજમાં શું ત્રુટી છે તે અંગેનું મનન કર્યું.
ડોકટરજી દ્વારા આરંભાયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નિરંતર બળવાન થઈ રહ્યો છે. એના કારણે હિન્દુ રાષ્ટ્રનો વૈભવકાળ નજીક આવી રહ્યો છે એમા કોઈ સંદેહ નથી. આ સમયે એ જ ઈચ્છા છે કે ડોકટરજીના આ જીવનચરિત્રમાંથી પ્રત્યેકને પોતાનું રાષ્ટ્રીય કર્તવ્ય કરવાની પ્રેરણા સતત મળતી રહે તેમ જયેશ સંઘાણીએ જણાવ્યુ હતુ.