અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. આ રથયાત્રા પૂર્વે 1008 મહામંડલેશ્વર મહંત ત્યાગી મનમોહનદાસજી સાનિધ્યમાં અને ગુરુ રામકિશોરદાસજીના આર્શીવાદથી રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી 11 જૂનને બુધવારે સાંજે 4 કલાકે ભવ્ય જળયાત્રા નીકળી હતી. આ જળયાત્રામાં 108 કળશધારી બાળાઓ સાથે અનેક ભાવિકો જોડાઇ હતા. જળયાત્રા પૂર્ણ થયા બાદ નીજ મંદિરે વૈદિક મંત્રોચ્ચારની સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્બાજી અને ભાઇ બલભદ્રજીને પાણી અને કેસર-ચંદનથી સ્નાન કરાવવામાં આવ્યુ હતું.
રાજકોટના જગન્નાથ મંદિરેથી 108 કળશધારી બાળા સાથે જળયાત્રા નીકળી

Follow US
Find US on Social Medias