I.N.D.I.A. ગઠબંધનમાં તિરાડ!
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.02
- Advertisement -
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં વિપક્ષ ગઠબંધન I.N.D.I.A.ને મોટો ઝટકો વાગ્યો છે. I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ અઅઙએ બિહારમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. બિહારમાં આમ આદમી પાર્ટી પોતાના જોરે તમામ 243 બેઠકો પર ચૂંટણી લડશે. દિલ્હીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી હવે ફરી રાષ્ટ્રીય સ્તરે વર્ચસ્વ જમાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા સહિત પક્ષના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે રણનીતિ ઘડી રહ્યા છે.
મીડિયા સાથેની વાતચીતમાં અઅઙના રાષ્ટ્રીય મીડિયા સંયોજક અનુરાગ ઢાંડાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી કોઈપણ ગઠબંધનમાં સામેલ નથી. અમારી પાસે અમારી પોતાની તાકાત છે. અમે તેના જોર પર જ આગળ વધી રહ્યા છીએ. I.N.D.I.A. ગઠબંધન લોકસભા ચૂંટણી માટે હતું. હવે અમે કોઈપણ ગઠબંધનનો ભાગ નથી. આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને મજબૂત બનાવવા પર કામ કરી રહી છે. હાલમાં જ તેણે સ્ટુડન્ટ વિંગની સ્થાપના કરી હતી.
પક્ષે રાજ્યોને બે કેટેગરીમાં વહેંચી દીધા છે. એ કેટેગરીમાં મોટી ટિકિટ પર મુકાબલો લડશે. જ્યાં તેના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ સક્રિય બનશે. જેમાં ગુજરાત, હિમાચલ પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી અને ગોવા સામેલ છે. જ્યારે બી કેટેગરીમાં પ્રદેશ અધ્યક્ષ ચૂંટણીનું નેતૃત્વ કરશે.