મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં ‘સાયકલિંગ’ની મહત્વપૂર્ણ ભૂમિકા, સાયકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત રહે
વિશ્ર્વભરમાં દર વર્ષે 3 જૂનના રોજ ‘વિશ્ર્વ સાયકલ દિવસ’ ઊજવણી કરાઈ છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
આજના આધુનિક અને ભાગદોડભર્યા જીવનમાં બાળકો, યુવાઓ અને વડીલો સહિતના નાગરીકો વધતી સ્થૂળતાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેના નિરાકરણ, જીવનમાં સક્રિય રહેવા, તણાવ દૂર કરવા તથા પ્રકૃતિ સાથે ફરીથી જોડાવાનો એક સરળ રસ્તો એટલે ‘સાયકલિંગ’. નિયમિત સાયકલિંગ કરવાથી તંદુરસ્ત શરીરની સાથે વાહનોના ધુમાડાથી થતાં પ્રદૂષણને ઘટાડી પર્યાવરણને બચાવવામાં પણ મદદરૂપ બની શકાય છે. આમ, સાયકલ ચલાવવાથી થતાં ફાયદા અંગે નાગરિકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે યુનાઈટેડ નેશન્સ-ઞગ દ્વારા 3 જૂનના રોજ ‘વિશ્વ સાયકલ દિવસ’ ઊજવવામાં આવે છે.
કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ’ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં 4,600 જેટલા સ્થળોએ લગભગ 2 લાખ સાયકલ પ્રેમી નાગરિકો સહભાગી થયા છે. આ પહેલમાં ગુજરાત સહિત અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ દળ, સરકારી કર્મચારીઓ, ગજજ સ્વયંસેવકો, રમતવીરો, કોચ, રમતગમત વિજ્ઞાન નિષ્ણાંતો સહિત અનેક નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા હતા.
આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની રહી છે, જેના કારણે અનેક બીમારીઓ થવાની શક્યતા રહેલી છે. દેશમાં ’ઓબેસીટી મુક્તિ’ અભિયાનની રાષ્ટ્રવ્યાપી પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવવા રાજ્ય સરકારે ’સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત’ની ઝૂંબેશ શરૂ કરી છે. વજન ઘટાડવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં સાયકલિંગની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે.
- Advertisement -
ઓબેસીટી મુક્તિ અભિયાનમાં સાયકલિંગ ફાયદાકારક
સાયકલિંગ એ એક ઉત્તમ કાર્ડિયોવાસ્કુલર એક્સરસાઈઝ છે, જે હ્રદય માટે ફાયદાકારક છે. જેને નિયમિત રીતે કરવાથી શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે.
સાયકલિંગ કરવાથી ફેફસાંની કાર્યક્ષમતા સુધારો થાય છે.
સાયકલિંગથી મન પર સકારાત્મક અસર થાય છે, જે માનસિક આરોગ્ય સુધારે છે.
સાયકલિંગથી શરીરની ચરબીમાં ઘટાડો અને શરીરની પોષણશક્તિમાં વધારો થાય છે.
સાયકલિંગથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર, ડાયાબિટીસ અને મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે.
સામાન્ય રીતે સાયકલિંગ કરવાથી નાના બાળકોની ઊંચાઈમાં વધારો થાય છે.



