ધમધોકાર ચાલતા નકલી ઘીના કારોબારમાં રાજકીય “હિતેચ્છુ” કોણ ?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ જીઆઇડીસીમાં ડિસ્કો તેલની સાથે હવે થાનગઢના નકલી ઘીનું પણ વેચાણ ધમધોકાર ચાલી રહ્યું છે. થાનગઢથી ચોટીલા રોડ પર આવેલા સિરામિક ઉધોગના ઓથ હેઠળ ચાલતા નકલી ઘીના કારોબારમાં જિલ્લાનો રાજકીય “હિતેચ્છુ” આ ઘીની ફેક્ટરી પ્રોત્સાહન પૂરું પાડતા હોવાની વિગતો સામે આવી છે. જોકે “ખાસ-ખબર” દ્વારા આ અંગે અહેવાલો પ્રકાશિત કર્યા બાદ હવે નકલી ઘી બનાવવાનો કારોબાર સંકેલી લેવાયો છે. પરંતુ હજુય ક્યાંકને ક્યાંક છાના ખૂણે નકલી ઘીનું વેચાણ ચાલુ હોવાનું પણ સામે આવે છે. થાનગઢ ચોટીલા રોડ પર પાચ કિલોમીટરના અંતરે આવેલા સિરામિક ઉધોગના કારખાનાની આડમાં ચાલતો નકલી ઘી બનાવવાનો ગોરખ ધંધાનો સંચાલક ભૂતકાળમાં ફ્રૂટ વેચાણ કર્યા બાદ હવે નકલી ઘીના ધંધામાં ફાવટ આવી જતા સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વેપારીની માંગ મુજબ જે તે કંપનીના લેબલ ચોટાડી નકલી ઘીનું સપ્લાય કરી રહ્યો છે.
- Advertisement -
અંગત સૂત્રોનું જો માનીએ તો આ નકલી ઘીની ધમધમતી ફેક્ટરી અંગે થાનગઢ મામલતદાર અને ચોટીલા પ્રાંત અધિકારીને પણ જાણ કરાઈ હતી પરંતુ થાનગઢ મામલતદારે આખોય કળશ જિલ્લા પુરવઠા અધિકારી પર ઢોળી પોતાની પાસે નકલી ઘી અંગે દરોડા કરવા માટેની સત્તા નહીં હોવાનું જણાવ્યું હતું જોકે રંગોના એકપણ અધિકારી આ નકલી ઘીની ફેક્ટરી સામે લાજ કાઢી રહ્યા છે જેમાં પ્રાંત અધિકારી પણ બાકાત નથી કારણ કે આ નકલી ઘીની ફેક્ટરીને રાજકીય હિતેચ્છુ દ્વારા અગાઉ ચૂંટણી ફંડ સાથે પ્રોટેક્શન પૂરું પાડવાનું વચન આપ્યું હતું. તેવામાં જિલ્લાનો એક પણ અધિકારી આ પ્રકારે ધમધમતી નકલી ઘીની ફેક્ટરી સામે કાર્યવાહીથી અળગા રહેતા તંત્રના લાગુ પડતા વિભાગ સાથે નકલી ઘીના સંચાલકને ઘરોબો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.



