આ જ કાર ચાલકે અગાઉ પણ અકસ્માત કર્યો હોવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો રોજબરોજ સામે આવે છે તેવામાં થાનગઢ ચોટીલા રોડ પર આવેલા રાતુલી ધાર નજીક 15 મેના રોજ રાત્રીના સમયે એક બાદ એક એમ ત્રણ કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થવાના લીધે કારના સેફ્ટી બલૂન પણ ખુલી ગયા હતા. જ્યારે આ અકસ્માતને લઈને એની રાહદારીઓ દ્વારા તાત્કાલિક ત્રણેય કારમાં સવારને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સદનસીબે કોઈને પણ ગંભીર ઇજાઓ થઈ ન હતી. પરંતુ આ ત્રણેક અકસ્માત થયેલ કારોમાં એક કારની અંદરથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જે અંગે પોલીસને આ મામલે જાણ કરતા ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો જે કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી તે કાર ચાલક દ્વારા અગાઉ પણ બે વખત નશાની હાલતમાં અકસ્માત કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ તરફ ચોટીલા પોલીસ દ્વારા ઘટનાના બાર કલાક બાદ પણ જે કારમાંથી દારૂ મળી આવ્યો તે કાર ચાલક વિરૂદ્ધ કોઈ કાર્યવાહી હાથ નહીં ધરતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા જેમાં અન્ય અકસ્માત થયેલ કાર ચાલકોને ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વિદેશી દારૂ મળેલ કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ કરવા જણાવ્યું હતું પરંતુ પોલીસ પોતાની સત્તાની રૂહે વિદેશી દારૂની બોટલ સાથે કાર ચલાવતા ચાલક વિરુદ્ધ ફરિયાદ કરવામાં ઢીલી નીતિ રાખી હોવાનું સામે આવ્યું છે.