પ્રવર્તમાન સ્થિતિમાં જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઉભી થાય તો ઉત્તમ આરોગ્યલક્ષી સેવાઓ સારી રીતે પૂરી પાડી શકાય તે માટે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર તથા દિવ્ય જ્યોત બ્લડ બેંક દ્વારા યોગ કેન્દ્ર, વરસિંગપુર રોડ, ઉના ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના મહેસૂલ, પંચાયત સહિત અન્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ ઉના અને ગીરગઢડા તાલુકાના નાગરિકોએ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું. આપણું નાનું યોગદાન કોઈના માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે. માનવતાના કાર્યમાં સહભાગી થતાં આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 284 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, ઉના નગર પાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણિયા, તાલુકા હેલ્થ સ્ટાફ, અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઊના ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો: 284 યુનિટ બ્લડ એકત્રિત કરાયું

Follow US
Find US on Social Medias


