‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા, મુસ્લિમો પણ જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
જમ્મુ-કાશ્ર્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ઓપરેશન સિંદૂર મારફત ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાનાં પરાક્રમને બિરદાવવા અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં ઈખ, ધારાસભ્યો, કોર્પોરેટરો, મંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા. ઈખએ યાત્રાના પ્રસ્થાન પહેલા ઓપરેશન સિંદૂરને લઇ PM અને ભારતીય સેનાને ગુજરાતની જનતા તરફથી અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
યાત્રામાં 680 મીટર એટલે કે 2200 ફૂટથી વધુ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે અખઈ સ્કૂલ બોર્ડના શિક્ષકો જોડાયા હતા. મુસ્લિમોએ પણ યાત્રામાં જોડાઈ ’ભારત માતા કી જય અને વંદે માતરમ્’ના નારા લગાવ્યા હતા. યાત્રાના રૂટમાં રોડની બંને તરફ લોકોએ હાથમાં તિરંગો લઈ યાત્રાને આવકારી હતી. નવા વાડજ વ્યાસવાડી ચાર રસ્તાથી આરટીઓ સર્કલ થઈ સુભાષબ્રિજ સુધી બે કિલોમીટર લાંબી યાત્રા યોજાઈ હતી. જેનું આયોજન ખોડલધામ, ઉમિયા ફાઉન્ડેશન, રેડક્રોસ અને ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. યાત્રાની શરૂઆત પહેલા છઝઘ સર્કલથી રાણીપ ડી-માર્ટ તરફ વાહનોની લાંબી લાઇન લાગી હતી. જ્યારે યાત્રા છઝઘ સર્કલ અને ચીમનભાઈ બ્રિજ પાસેથી પસાર થઈ હતી તે દરમિયાન થોડીવાર માટે વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો. જ્યારે યાત્રા પૂર્ણ થયા બાદ પણ સુભાષબ્રિજ સર્કલ પાસે ટ્રાફિક જામના દૃશ્ર્યો સર્જાયા હતા.