ખાતમુહૂર્ત પ્રસંગે રાજા ચાવડા, ધનરાજ રાઠોડ, અજિત વાઢેર સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
જિલ્લા પંચાયતના બેડી-3 સીટના સભ્ય સુમિતાબેન રાજેશભાઈ ચાવડાની 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી રાજકોટ જિલ્લા પંચાયત સીટ બેડી-3માં આણંદપર બાઘી ગામમાં હંસાબેન મોહનભાઈ વાઢેર અને મોહનભાઈ જીવાભાઈ વાઢેરની વાડી સામે ચેકડેમ બનાવવાના કામ માટે રૂ.3,00,000 મંજૂર કરવામાં આવ્યા છે. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ રાજા ચાવડા, સરપંચ ધનરાજ રાઠોડ, અજીત વાઢેર, આર.કે. વાઢેર, ગોવિંદ વાઢેર, સૂર્યદીપ રાઠોડ, સરપંચ ધનરાજ રાઠોડ, જેમલ વાઢેર, મોહન વાઢેર, જયેશ વાઢેર, જયપાલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



