નકલી ઘી બનાવવા સરકારી જમીન પર શેડ ઊભો કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
રાજ્યમાં નકલી ખાધ પદાર્થની ચીજ વસ્તુઓ વેચાણ થતા માનવ જીવનના આરોગ્ય પર જોખમ વર્તાય રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે થતા ડિસ્કો તેલના વેચાણ બાદ હવે નકલી ઘીનું નિર્માણ અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં સરકારી જમીન પર શેડ ઊભો કરી નકલી ઘી બનાવવાનું આખુંય કારસ્તાન ચાલે છે. આમ તો લોકો મોટાભાગે ઘીનો ઉપયોગ ધાર્મિક કાર્ય અને ખાસ કરીને તંદુરસ્તી માટે કરતા હોય છે પરંતુ અહીં બનતું નકલી ઘી લોકોની તંદુરસ્તીને હની પહોચાડવા સાથે જ ધાર્મિક લાગણી પણ દુભાય તે પ્રકારની હું કાર્ય કરી રહ્યા છે. પાંચાળ પંથકમાં ચાલતા આ નકલી ઘી બનાવવાના કારખાનાની જો વાત કરીએ તો સિરામિક ઉધોગના કારખાનાની આડમાં ચાલતા નકલી ઘીના આ કારોબારમાં ફૂટનો ધંધો છોડી નકલી ઘી બનાવવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે સિરામિક કારખાનાના નામ અને લેબલ પાછળ આવેલી રકારી જગ્યા પર શેડ ઊભો કરી તેમાં આખુંય નકલી ઘી બનાવવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. આ નકલી ઘી બનાવતા કારખાના સુધી પહોંચવા માટે પહેલા સિરામિક કારખાનામાંથી પ્રવેશ કરવો પડે છે ત્યાં સુધીમાં તો નકલી ઘી બનાવતી ફેક્ટરી સગેવગે થઈ જાય છે. કહેવાય છે કે આ નકલી ઘી બનાવવાની પ્રક્રિયામાં સુરેન્દ્રનગર જિલ્લાના એક રાજકીય આગેવાનને ચૂંટણી ટાણે ફંડ પણ પૂરું પાડ્યું હતું જેથી નકલીના કારોબાર પર રાજકીય આશીર્વાદ બન્યા રહે અને અધિકારીઓ અહીં ફરકે નહીં. પરંતુ જે પ્રકારે નકલી ઘી બનાવી બજારમાં ધમધોકાર વેચાણ કરાય છે તેના લીધે અનેક લોકો આ ઘી આરોગવાથી શારીરિક નુકશાન અનુભવે છે તેવામાં ફ્રૂટના ધંધામાંથી નકલી ઘીનો કારોબાર શરૂ થનાર આ કારખાના પર અસલી તંત્ર દરોડા કરી કાર્યવાહી કરે તો હજુય અનેક લોકોના સ્વાસ્થ્યને બગડતું અટકાવી શકાય છે.



