ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનાં આર્થિક સહયોગથી રાજકોટ શહેરનાં ’પરમ કથક કેન્દ્ર’ દ્વારા કથક નૃત્યશૈલીમાં “નૃત્યોત્સવ 2025” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા-29 એપ્રિલ 2025, મંગળવારનાં રોજ, રાત્રિનાં 8:30 કલાકે, હેગુ ગઢવી હોલ (સીની થિયેટર)માં વિશ્વ નૃત્ય દિવસની ઉજવણીનાં ભાગરૂપે આ કાર્યક્રમ 2જૂ કરવામાં આવશે.
- Advertisement -
કાર્યક્રમનાં મુખ્ય મહેમાનોમાં વરિષ્ઠ નાટ્યવિદ ભરત યાજ્ઞિક, સુપ્રસિધ્ધ નાટ્યવિદ નયન ભટ્ટ તથા મૃણાલિની ભટ્ટ, અતિથિ વિશેષપદે તપસ્વી સ્કુલનાં સંસ્થાપક અને કેળવણીકાર અમિષ દેસાઈ તથા શિતલ દેસાઈ, બાલભવનનાં ઓફિંગ સુપ્રિટેન્ડન્ટ કિરીટ વ્યાસ, વરિષ્ઠ નાટ્યકાર કૌશિક સિંધવ તથા અરવિંદ રાવલ ઉપસ્થિત રહેશે.
પરમ કથક કેન્દ્રનાં શિષ્યો દ્વારા રજૂ થનાર આ કાર્યક્રમનાં પરિકલ્પન, નૃત્ય નિર્દેશન તથા સંચાલન ગૌરવ પલ્લવી વ્યાસનાં છે. કાર્યક્રમ નિ:શુલ્ક છે. રસ ધરાવનાર ભાવિકોએ આમંત્રણ કાર્ડ મેળવવા માટે 942721759 પર ફોન કરવાનો રહેશે.



