હુમલાખોર દ્વારા દંપતી પર કુહાડી વડે હુમલો કરતા હોવાનો વિડીયો વાયરલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સાયલા તાલુકાના ચોરવીરા ગામે અગાઉ થયેલ માથાકુટ અંગે ફરિયાદનું મનદુ:ખ રાખી કાર લઈને હોસ્પિટલ જતા દંપતી પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું આ હુમલા અંગેનો વિડિયો દંપતી દ્વારા પોતાના મોબાઈલમાં ઉતારી લઈ બાદમાં વાયરલ કરવામાં આવ્યો હતો જે વીડિયોમાં સ્થિતિ જોઈને કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર સાયલા તાલુકાના ચોરવીરા ગામે રહેતા કોમલબેન અશોકભાઈ જીડિયા પોતે યુટ્યુબર છે અને આગાઉ પોતાના પતિ સાથે પંચાયતની મોટર ચાલુ કરવા બાબતે માથાકુટ થઈ હતી જે અંગે ગત 7 ડિસેમ્બર 2024ના રોજ સાયલા પોલીસ મથકે ગુન્હો પણ નોંધાવ્યો હતો આ ફરિયાદનું મનદુ:ખ રાખી ગત 16 એપ્રિલના રોજ કોમલબેનને છાતીમાં દુખાવો થતો હોય જેથી પોતાના પતિ સાથે કાર લઈને બોટાદ હોસ્પિટલ સારવાર માટે જતા હોય તેવા સમયે ચોરવીરા ગામ નજીક જયરાજભાઈ લઘરાભાઇ કાઠી પોતાનું બાઈક લઈ કારને આગળ રાખી કુહાડી વડે હુમલો કર્યો હતો જેમાં કારણે નુકશાન કરતાં દંપતી માંડ જીવ બચાવ્યો હતો આ હુમલાખોર શખ્સ સાથે અન્ય ત્રણ ઈસમો પણ હતા જેમાં ઉદયભાઈ આલેકભાઈ કાઠી, જયરાજભાઈ ભુપતભાઈ કાઠી તથા હરેશભાઈ શાંતિભાઈ કાઠી સહિતનાઓ દ્વારા દંપતી પર હુમલો કરવા અંગેની ફરિયાદ ધજાળા પોલીસ મથકે નોંધાવી છે જ્યારે દંપતી પર હુમલો કરવાની ઘટનાનો વિડિયો પણ વાયરલ થતા સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડતા નજરે પડ્યા હતા.