સોરઠ પંથકમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા
જો ભર ઉનાળે માવઠું થાય તો કેરીના પાકને નુકસાનની ભીતિ
- Advertisement -
એક બાજુ કેસર કેરીનું ઉત્પદાન ઓછું બીજી તરફ માવઠાંની દેહશત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ સહીત સોરઠ પંથકના ગીર વિસ્તારમાં કેસર કેરીના આંબાના બગીચા ખુબ મોટા પ્રમાણમાં આવેલા છે. અને પ્રતિ વર્ષ કેસર કેરીનું ઉત્પાદન ખુબ મોટા પ્રમાણમાં થાય છે. જયારે આ વર્ષે કેસર કેરીનું શરૂઆતમાં પુષ્કળ પ્રમાણમાં અંબા ઝાડ પર મોર આવ્યા હતા ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ત્યારે બાદ ઠંડીનું જોર વધ્યું હતું અને બેવડી ઋતુની અસરથી મોર ખુબ મોટા પ્રમાણમાં બળી જતા તેની સીધી અસર કેસર કેરીના પાક પર પડી હતી અને કેરીના તજજ્ઞો દ્વારા ઉત્પાદન ઓછું થવાની સંભાવના વ્યક્ત કરી હતી. એવામાં જયારે સોરઠ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. હવામાન વિભાગે કરેલી આગામી અનુસાર ગુજરાત અને અનેક ભાગોમાં ભર ઉનાળે માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલ ભાવનગરમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સોરઠ પંથકમાં ગઈકાલથી વાતાવરણ પલટાયું છે. અને પવનની ગતિ પણ વધી છે અને આકાશમાં વાદળછાયું વાતાવરણ થતા કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. જો ભર ઉનાળે માવઠું થાય તો કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને પડ્યા પર પાટુ પાડવાની સંભાવના સેવાઈ રહી છે. એક તરફ પહેલાજ ઉત્પાદન ઓછું છે તેમાં હવે વાતાવરણ બદલાતા ખેડૂતો ચિંતામાં મુકાય ગયા છે. જૂનાગઢ સહિત ગીર વિસ્તરામાં ગઈકાલથી આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે અનેક જગ્યા વરસાદી છાટા પડ્યા હતા ત્યારે આજે સવારથી વાદળો આકાશમાં ઘેરતા વરસાદ પાડવાની સંભાવના છે. જો વરસાદી માવઠું થાય તો કેસર કેરીની આંબાવાડિયુંને નુકશાન થવાની શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે. જયારે બે દિવસથી પ્રતિ 7 થી 8 કિમિ ઝડપે પવન ફુકાય રહ્યો છે જેના લીધે આંબા પર આવેલ કેસર કેરી ખરી પડવાનું પણ જોવા મળ્યું છે. એક તરફ કેસર કેરીનું ઉત્પાદન ઓછું છે ત્યાં હવે માવઠાની દેહશતથી ખેડૂતોમાં વધુ ચિંતા વધી છે. આમ કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો પર બેવડો માર પડશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. એક તરફ બાગાયત ખેતી કરતા ખેડૂતોને પાક સંરક્ષણ હેઠળ પાક વીમામાં લેવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે અને સર્વે કરીને પાક વીમો મળે તેવી સોરઠમાં ખેડૂતોની માંગ ઉઠવા પામી છે જેમાં બાગાયત ખેતીમાં વધુ કેસર કેરીની ખેતી થાય છે લાખો વીઘામાં કેસર કેરીનો ફાલ વર્ષમાં એકવાર આવે છે. અને આખા વર્ષમાં કેસર કેરીના ઉત્પાદન ઉપર ખેડૂત નિર્ભર રહે છે ત્યારે બેવડી ઋતુની અસર અને માવઠાની દહેશત વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગીર પંથકમાં કેસર કેરી વાતાવરણને અનુકૂળ મુજબ તેનું ઉત્પાદન થાય છે પણ આ વર્ષે ડિસેમ્બરથી અત્યાર સુધી વાતવરણમાં પલટો આવતા કેરીના પાકને નુકશાન જોવા મળી રહ્યું છે અને ગીરના અનેક ખેડૂતોએ આંબાના બગીચા કાઢીને ફરી પારંપરિક ખેતી તરફ વળ્યાં છે. જો સરકાર દ્વારા પાક વીમા સમાવેશ કરીને નુકશાનીનો સર્વે કરવામાં આવે તોજ ખેડૂતો કેસર કેરીની ખેતી કરી શકાશે બાકી આવનારા દિવસોમાં ગીરની કેસર કેરીની ખેતી ઘટતી જશે.


