મુકેશભાઈ દોશી, મનસુખભાઈ પટેલ, મુખ્ય મહેમાનપદે ખાસ ઉપસ્થિત રહ્યા
એસોસિએશન સભ્ય પરિવારની પ્લેટીનમ જ્યુબેલી યરની ઉજવણીના ભાગરૂપે ‘વડીલ વંદના’નો કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશન, રાજકોટ દ્વારા નવું વેપારી વર્ષ એપ્રિલ 2025ની સાલને વધાવતા સ્નેહ મિલન, એસોસિએશનની ડીરેકટરીનું પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે વિમોચન, માર્ચ એન્ડીંગ ગેટ-ટુ-ગેધર, એસોસિએશનની સાડા સાત દાયકાની સફર નિ:ર્વિઘ્ને પૂર્ણ કરી પ્લેટીનમ જ્યુબેલી યરની ઉજવણીના ભાગરૂપે ‘વડીલ વંદના’ના કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં સભ્ય પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
ઉદ્ઘાટક પદે પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી વિધિવત ડીરેકટરી વિમોચન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રાજકોટ શહેર ભાજપના પૂર્વપ્રમુખ મુકેશભાઈ દોશી (સંસ્થાપક દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ, ઢોલરા), રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનના પૂર્વપ્રમુખ મનસુખભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ એસોસિએશનના સભ્ય પરિવારના અવસાન પામેલા વ્યક્તિને પોતાના સ્થાનેથી ઉભા થઈને સર્વેએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પી હતી.
કાર્યક્રમના દ્વિતીય ચરણમાં એસોસિએશનના પ્લેટીનમ જ્યુબેલી યરની ઉજવણીના ભાગરૂપે ગોઠવેલા વડીલવંદના કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. વડીલોને જીતુભાઈ મહેતા દ્વારા કંકુ-ચોખાથી તિલક કરી વંદન સાથે આવકારેલા હતા. વડીલ વંદના કાર્યક્રમમાં ભાગ લેવામાં મુખ્યત્વે જયંતીભાઈ ટીલવા, મનસુખભાઈ પટેલ, પરમાનંદભાઈ કક્કડ, પ્રદીપભાઈ ટાંક, અરવિંદભાઈ મહેતા, કીરીટભાઈ કામદાર, રવજીભાઈ કામાણી, મનહરભાઈ ઘેલાણી, લલીતભાઈ રામજીયાણી, મનસુખભાઈ બુદ્ધદેવ, વસંતભાઈ સેજપાલ સર્વેને શાલ, કેસરી ઉપરણો, ધાર્મિક પુસ્તકો ભરેલી થેલી તથા સ્મૃતિ ચિન્હરૂપે, ડ્રાયફ્રુટનું પેકેટ આપી મહાનુભાવો તથા કારોબારી સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.